________________
શતક-૬ઃ ઉદ્દેશક-૪
૨૧૩
ભાવાર્થ - સમ્યગુદષ્ટિ જીવાદિકમાં(સમુચ્ચય જીવ ૧૬દંડકમાં) ત્રણ ભંગ. સમ્યગુદૃષ્ટિ વિકસેન્દ્રિયોમાં છ ભંગ. મિથ્યાદષ્ટિ જીવોમાં એકેન્દ્રિયને છોડીને ત્રણ ભંગ અને મિશ્રદષ્ટિમાં છ ભંગ.
વિવેચન :
(૧) સમ્યગદષ્ટિમાં પાંચ એકેન્દ્રિય છોડીને ૧૯ દંડક છે. તેમાંથી જીવ અને ૧૬ દંડકમાં (૩ વિકલેન્દ્રિય છોડીને) સમ્યકત્વ પ્રાપ્તિનો વિરહ હોવાથી ત્રણ ભંગ, વિકલેન્દ્રિયમાં અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમકિત હોય છે, તે અશાશ્વત છે; માટે છ ભંગ થાય છે.
(૨) મિથ્યાદષ્ટિમાં ર૪ દંડક છે. તેમાંથી એકેન્દ્રિયના પાંચ દંડકમાં નિરંતર ઉત્પત્તિ હોવાથી પ્રથમ ભંગ છે, જીવ અને ૧૯ દંડકમાં મિથ્યાત્વ પ્રાપ્તિનો વિરહકાળ હોવાથી ૩ ભંગ થાય છે. (૩) મિશ્રદષ્ટિમાં એકેન્દ્રિયાના પાંચ અને વિકસેન્દ્રિયના ત્રણ, તે ૮ દંડક છોડીને જીવ અને ૧૬ દંડક છે. મિશ્રદષ્ટિ સર્વત્ર અશાશ્વત છે માટે છ ભંગ છે.
() સંયત અસંચતાદિની સપ્રદેશતા અપ્રદેશતા :११ संजएहिं जीवाइओ तियभंगो । असंजएहिं एगिदियवज्जो तियभंगो । संजया- संजएहिं तियभंगो जीवाइओ । णोसंजय णोअसंजय णोसंजयासंजय जीव सिद्धेहिं तियभंगो ।
ભાવાર્થ- સંયત જીવાદિકમાં (સમુચ્ચય જીવ અને મનુષ્યમાં) ત્રણ ભંગ કહેવા. અસંયતોમાં એકેન્દ્રિયને છોડીને ત્રણ ભંગ. સંયતાસંયત જીવાદિકમાં(સમુચ્ચય જીવ, તિર્યંચ પંચેદ્રિય અને મનુષ્યમાં) ત્રણ ભંગ. નોસંયત નોઅસંયત નોસંયતાસંયત જીવ અને સિદ્ધોમાં ત્રણ ભંગ.
વિવેચન :
(૧) સંયતમાં જીવ અને મનુષ્ય છે. તેમાં ત્રણ ભંગ થાય છે કારણ કે સંયમની પ્રાપ્તિનો વિરહ પડે છે.
(૨) અસયતમાં જીવ અને ૨૪ દંડક છે. અસંયત જીવોમાંથી એકેન્દ્રિયમાં અભંગ છે. કારણ કે તેમાં ઉત્પત્તિનો વિરહ નથી. શેષ સમુચ્ચય જીવ અને ૧૯ દંડકમાં ત્રણ ભંગ છે કારણ કે તેમાં ઉત્પત્તિનો વિરહ
(૩) સંયતાસંયતમાં સમુચ્ચય જીવ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, આ ત્રણેયમાં ત્રણ ભંગ છે. કારણ કે તેની ઉત્પત્તિનો વિરહ છે. (૪) નોસયત નોઅસંયત નોસંધતાસંયતમાં જીવ અને સિદ્ધ છે. તેમાં ત્રણ ભંગ હોય છે. કારણ કે તેમાં ઉત્પત્તિનો વિરહ છે.