________________
| ૨૧૨ ]
શ્રી ભગવતી સૂત્ર-ર |
णवरं पुढवि- आउवणस्सईसु छब्भंगा। पम्हलेस्स-सुक्कलेस्साए जीवाइओ तियभंगो । अलेसेहिं जीव सिद्धेहिं तियभंगो । मणुएसु छब्भंगा । ભાવાર્થ – સલેશી જીવોનું કથન ઔવિક જીવોની જેમ કરવું જોઈએ, કૃષ્ણલેશી, નીલલેશી અને કાપોતલેશી, જીવોનું કથન આહારક જીવોની જેમ કરવું જોઈએ પરંતુ વિશેષતા એ છે કે જે દંડકમાં જે લેશ્યા હોય તેને તે વેશ્યા કહેવી જોઈએ.
તેજોલેશી જીવાદિકમાં(સમુચ્ચય જીવ અને ૧૬ દંડકમાં) ત્રણ ભંગ. તેજોલેશી પૃથ્વીકાયિક, અપકાયિક અને વનસ્પતિકાયિક જીવોમાં છ ભંગ. પદ્મલેશી અને શુક્લલશીમાં જીવાદિકમાં(સમુચ્ચય જીવ અને ત્રણ દંડકમાં) ત્રણ ભંગ. અલેશીમાં જીવ અને સિદ્ધોમાં ત્રણ ભંગ તથા અલેશી મનુષ્યોમાં છ
ભંગ.
વિવેચન :
૧) સલેશી (સમસ્યય લેશી)માં જીવ અને ૨૪ દંડક છે. સમુચ્ચય જીવમાં સલેશી ભાવ અનાદિ હોવાથી એક પ્રથમ ભંગ લાભે છે. ૨૪ દંડકમાં ઔધિક જીવ પ્રમાણે જાણવું. એકેન્દ્રિયમાં છઠ્ઠો ભંગ અને શેષ ૧૯ દંડકમાં ત્રણ ભંગ છે.
(૨) કષણાદિ ત્રણ લેશીમાં (વૈમાનિક અને જ્યોતિષીને છોડીને) જીવ અને રર દંડક છે. તેમાંથી જીવ અને એકેન્દ્રિયના પાંચ દંડકમાં છઠ્ઠો ભંગ છે. શેષ ૧૭ દંડકમાં વિરહકાળ હોવાથી ત્રણ ભંગ ઘટિત થાય છે.
(૩) તેજોલેશીમાં નારકી, વિકસેન્દ્રિય, તેલ, વાયુ, આ છ દંડક છોડીને જીવ અને ૧૮ દંડક છે. તેમાંથી પૃથ્વી, પાણી, વનસ્પતિમાં છ ભંગ છે. કારણ કે કોઈ તેજોલેશી દેવ પૃથ્વી આદિ ત્રણમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તાવસ્થામાં અલ્પકાળ માટે તેજલેશ્યા હોય છે. આ તેજલેશ્યા પૃથ્વી આદિમાં અશાશ્વત હોવાથી છ ભંગ થાય છે. સમુચ્ચય જીવ અને શેષ ૧૫ દંડકમાં ૩ ભંગ છે.
(૪) પવ–શક્યુલેશીમાં જીવ અને વૈમાનિક, મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ દંડક છે. તેમાં વિરહકાળ હોવાથી ત્રણ ભંગ છે. (૫) અલેશીમાં જીવ, સિદ્ધ અને મનુષ્યનો એક દંડક છે. ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્ય અને સિદ્ધોમાં લેશ્યા નથી માટે તે અલેશી કહેવાય છે. તેમાંથી જીવ અને સિદ્ધમાં વિરહકાળ હોવાથી ત્રણ ભંગ અને અલેશી મનુષ્ય અશાશ્વત છે તેથી છ ભંગ છે. () દષ્ટિગત જીવોની સપ્રદેશતા-અપ્રદેશતા :१० सम्मदिट्ठीहिं जीवाइओ तियभंगो। विगलिंदिएसु छन्भंगा। मिच्छदिट्ठीहिं एगिदियवज्जो तियभंगो । सम्मामिच्छदिट्ठीहिं छब्भंगा ।