________________
શતક-૬ : ઉદ્દેશક-૪
जीवसिद्धेहिं तियभंगो ।
ભાવાર્થ:- ભવી અને અભવી જીવોની સપ્રદેશતા, અપ્રદેશતા પ્રથમ દ્વારના સમુચ્ચય જીવોની સમાન જાણવી. નોભવી નોઅભવી સમુચ્ચય જીવ અને સિદ્ધમાં ત્રણ ભંગ જાણવા જોઈએ.
વિવેચન :
૨૧૧
ભવી—અભવીમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડક છે. આ ભાવો અનાદિ હોવાથી સમુચ્ચય જીવમાં એક પ્રથમ ભંગ–સર્વ સપ્રદેશી. પાંચ એકેન્દ્રિયમાં એક છઠ્ઠો ભંગ અને ૧૯ દંડકમાં ત્રણ ભંગ થાય છે.
નોભવી નોઅભવીમાં સિદ્ધના જીવ હોય છે. તેમાં સપ્રદેશી અપ્રદેશીના ત્રણ ભંગ પૂર્વવત્
સમજવા.
(૪) સંજ્ઞી અસંજ્ઞીની સપ્રદેશતા-અપ્રદેશતા :
८ सण्णीहिं जीवाइओ तियभंगो। असण्णीहिं एगिंदियवज्जो तियभंगो । एगिदिए सु अभंगयं। णेरइय-देव- मणुएहिं छब्भंगो | णोसण्णि णोअसण्णि जीवमणुयसिद्धेहिं तियभंगो ।
ભાવાર્થ:- સંશી જીવોમાં જીવાદિક(સમુચ્ચય જીવ અને ૧૬ દંડક)માં ત્રણ ભંગ. એકેન્દ્રિયને છોડીને અસંજ્ઞી જીવોમાં(વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં) ત્રણ ભંગ. એકેન્દ્રિયમાં અભંગ. અસંજ્ઞી નૈયિક, દેવ અને મનુષ્યોમાં છ ભંગ. નોસંજ્ઞી નોઅસંશી જીવ, મનુષ્ય અને સિદ્ધોમાં ત્રણ ભંગ.
વિવેચન :
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અસંશી છે. નારકી, દેવ, મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય સંજ્ઞી–અસંશી બંને હોય છે. ભવનપતિ, વ્યતર અને પ્રથમ નરકમાં અસંશી તિર્યંચ પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે. તે અંતમુહૂર્ત સુધી અસંશી રહે છે માટે તેમાં અસંશી પણ હોય છે. મનુષ્યમાં સંમૂર્ચ્છિમ મનુષ્ય અસંશી છે.
સંશીમાં સમુચ્ચય જીવ અને (એકેન્દ્રિય, વિકલેન્દ્રિયના ૮ દંડક છોડીને શેષ) ૧૬ દંડકમાં ઉત્પત્તિ વિરહ હોવાથી ત્રણ ભંગ હોય છે.
અસંજ્ઞીમાં સમુચ્ચય જીવ અને (જ્યોતિષી, વૈમાનિક દેવને છોડીને) ૨૨ દંડક છે. તેમાંથી એકેન્દ્રિયમાં નિરંતર ઉત્પત્તિ હોવાથી અભંગ—એક છઠ્ઠો ભંગ છે. વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં વિરહકાળ હોવાથી ત્રણ ભંગ છે અને અસંશી મનુષ્ય, દેવ, નરકમાં અસંજ્ઞીપણું અશાશ્વત છે માટે તેમાં છ ભંગ હોય છે. (૫) લેશ્યા ગત જીવોની સપ્રદેશતા અપ્રદેશતા :
९ सलेसा जहा ओहिया । कण्हलेस्सा, णीललेस्सा, काउलेस्सा जहा आहारओ, णवरं जस्स अत्थि एयाओ । तेउलेस्साए जीवाइओ तियभंगो,