________________
૨૧૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
આહારકમાં ભંગ - સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયમાં અનેક સપ્રદેશી અને અનેક અપ્રદેશી નામનો છઠ્ઠો ભંગ હોય છે અર્થાત પ્રથમ સમયવર્તી આહારક અને અનેક સમયવર્તી આહારક બંને ઘણા હોય છે.
શેષ ૧૯ દંડકમાં (પાંચ એકેન્દ્રિયના દંડક છોડીને) ત્રણ ભંગ હોય છે– (૧) કોઈ સમયે તે દંડકમાં સર્વ જીવ દ્વિતીયાદિ અનેક સમયવર્તી આહારક હોય (૨) કોઈ સમયે ઘણા જીવ દ્વિતીયાદિ અનેક સમયવર્તી અને એક જીવ પ્રથમ સમયવર્તી આહારક હોય (૩) કોઈ સમયે ઘણા જીવ પ્રથમ સમયવર્તી અને ઘણા જીવ દ્વિતીયાદિ અનેક સમયવર્તી આહારક હોય. સિદ્ધ આહારક હોતા જ નથી.
અનાહારકમાં ભંગ - સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયમાં અનાહારકતાના પ્રથમ સમયવર્તી અને દ્વિતીયાદિ અનેક સમયવર્તી ઘણા(અનંત) જીવો સદા હોય જ છે. તેથી તેમાં એક છઠ્ઠો ભંગ હોય છે. શેષ ૧૯ દંડકમાં છ ભંગ - ૧૯ દંડકમાં અણાહારક અશાશ્વત છે અર્થાતુ અનાહારક જીવ ક્યારેક હોય ક્યારેક એક પણ ન હોય. તેથી તેમાં છ ભંગ થાય છે, યથા– (૧) ક્યારેક સર્વ સંપ્રદેશી (૨) ક્યારેક સર્વ અપ્રદેશી (૩) ક્યારેક એક સપ્રદેશી એક અપ્રદેશી (૪) ક્યારેક એક સપ્રદેશી અનેક અપ્રદેશી (૫) ક્યારેક અનેક સપ્રદેશી અને એક અપ્રદેશી (૬) ક્યારેક અનેક સપ્રદેશી અને અનેક અપ્રદેશી.
સિદ્ધમાં ત્રણ ભંગ - સિદ્ધ જીવ અનાહારક જ હોય. (૧) ઉત્પત્તિનો વિરહ હોય ત્યારે સર્વ જીવ સપ્રદેશી હોય (૨) એક જીવ નવો સિદ્ધ થાય ત્યારે સપ્રદેશી અનેક અને અપ્રદેશી એક જ હોય (૩) નવા અનેક સિદ્ધ થાય ત્યારે સપ્રદેશી અને અપ્રદેશી બને અનેક હોય.
આ વિકલ્પોનું તાત્પર્ય એ છે કે જ્યાં જ્યાં અનાહારકપણાને પ્રાપ્ત થયેલા જીવો હંમેશા ઘણા હોય અને નવા અનાહારક થવાનો સીમિત કાલનું વિરહ પડે ત્યાં ત્રણ ભંગ હોય જેમ કે સિદ્ધના જીવ. જ્યાં અનાહારકપણાને પૂર્વે પ્રાપ્ત થયેલા અને નવા પ્રાપ્ત થતાં જીવો બને અશાશ્વત હોય ત્યાં ૬ ભંગ થાય જેમ કે– ૧૯ દંડકના જીવ. જ્યાં પૂર્વોત્પન્ન અસંખ્યાત કે અનંત જીવો અનાહારક હોય અને સમયે સમયે નવા અનેક જીવો અનાહારક થતા જ રહે ત્યાં અભંગ હોય અર્થાત્ વિકલ્પ રહિત એક છઠ્ઠો ભંગ હોય છે. જેમ કે– એકેન્દ્રિય.
પ્રસ્તુત સૂત્રમાં ઘણા જીવોની અપેક્ષાએ કથન છે. એક જીવની પૃચ્છા સ્વતઃ સમજી લેવી જોઈએ. યથા– સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના આહારક કે અનાહારક જીવોમાંથી કોઈ પણ એક જીવ પૃચ્છા સમયે સપ્રદેશી હોય અથવા તો અપ્રદેશી હોય છે અર્થાત્ પ્રથમ સમયવર્તી હોય કે દ્વિતીયાદિ સમયવર્તી હોય. સિદ્ધોમાં કેવલ અનાહારક જીવ હોય છે; તેમાં કોઈપણ એક જીવ પૃચ્છા સમયે સપ્રદેશી હોય અથવા તો અપ્રદેશી હોય છે અર્થાતુ જો તે પ્રથમ સમયવર્તી સિદ્ધ છે તો તે કાલાદેશથી અપ્રદેશી છે અને જો તે અપ્રથમ સમયનો સિદ્ધ છે તો તે કાલાદેશથી સપ્રદેશ છે. (૩) ભવી અભવીની સપ્રદેશતા અપ્રદેશતા :| ७ भवसिद्धिया, अभवसिद्धिया जहा ओहिया । णोभवसिद्धिय-णोअभवसिद्धिया