________________
શતક-૬ઃ ઉદ્દેશક-૪
| ૨૦૯ |
જ્યારે વિરહકાલ હોય, કોઈપણ જીવ ન ઉપજે ત્યારે પહેલાંના સર્વ નારકી અનેક સમયની સ્થિતિવાળા હોવાથી તે બધા સપ્રદેશી હોય, તેથી આ પ્રથમ ભંગ ઘટિત થાય છે. (૨) અનેક સંપ્રદેશી એક અપ્રદેશી
જ્યારે પૂર્વે ઉત્પન્ન થયેલા અનેક નારક જીવ હોય અને નવો ઉત્પન્ન થતો પ્રથમ સમયવર્તી એક નારક હોય ત્યારે આ દ્વિતીય ભંગ ઘટિત થાય છે. (૩) અનેક સપ્રદેશી અનેક અપ્રદેશી– જ્યારે પૂર્વોત્પન્ન નારકી અનેક હોય અને પ્રથમ સમયોત્પન્ન નારકી પણ અનેક હોય ત્યારે આ ત્રીજો ભંગ ઘટિત થાય છે.
એકેન્દ્રિય સિવાય શેષ ૧૯ દંડકમાં અને સિદ્ધોમાં બહુવચનની અપેક્ષાએ આ ત્રણ ભંગ થાય છે કારણ કે ત્યાં પણ ઉત્પત્તિનો વિરહ છે.
એકેન્દ્રિયમાં પૃથ્વી આદિ પાંચે સ્થાવરમાં ઉત્પત્તિનો વિરહ કાલ નથી, સદા નવા જીવ ઉત્પન્ન થતા જ રહે છે તેથી ત્યાં પ્રથમ સમયોત્પન્ન જીવ પણ હંમેશાં અનેક હોય અને પૂર્વોત્પન્ન જીવ પણ હંમેશાં અનેક હોય; માટે ત્યાં અનેક સંપ્રદેશ અને અનેક અપ્રદેશી નામનો એક છઠ્ઠો ભંગ જ ઘટિત થાય છે.
(ર) આહારક અનાહારકની સપ્રદેશતા અપ્રદેશતા :
६ आहारगाणं जीवएगिदियवज्जो तियभंगो । अणाहारगाणं जीव एगिदियवज्जा छब्भंगा एवं भाणियव्वा- सपएसा वा; अपएसा वा; अहवा सपएसे य अपएसे य; अहवा सपएसे य अपएसा य; अहवा सपएसा य अपएसे य; अहवा सपएसा य अपएसा य । सिद्धेहिं तियभगो । શબ્દાર્થ – માદાર = રોમાહાર કે પ્રક્ષેપાહાર ગ્રહણ કરનાર જીવો અTહાર IM = રોમાહાર કે પ્રક્ષેપાહાર ન કરનાર જીવો. ભાવાર્થ - જીવ અને એકેન્દ્રિયને છોડીને શેષ સર્વ આહારક જીવોમાં ત્રણ ભંગ પૂર્વવત્ કહેવા જોઈએ.
જીવ અને એકેન્દ્રિયને છોડી શેષ સર્વ અનાહારક જીવોમાં છ ભંગ આ પ્રમાણે કહેવા જોઈએ(૧) સર્વ સંપ્રદેશી (૨) સર્વ અપ્રદેશી (૩) એક સપ્રદેશી અને એક અપ્રદેશી (૪) એક સપ્રદેશી અને અનેક અપ્રદેશી (૫) અનેક સપ્રદેશી અને એક અપ્રદેશી (૬) અનેક સપ્રદેશી અને અનેક અપ્રદેશી. સિદ્ધોને માટે ત્રણ ભંગ પૂર્વવત્ કહેવા જોઈએ.
વિવેચન :
આહારક અનાહારક – વાટવહેતા વક્રગતિવાળા જીવ અનાહારક હોય છે અને કેવળી સમુઘાત તથા અયોગી અવસ્થામાં જીવ અનાહારક હોય છે તેમજ સિદ્ધ જીવો અનાહારક હોય છે. તે સિવાય સંસારી સર્વ જીવો આહારક હોય છે. આહારકમાં ૨૪ દંડકના જીવનો સમાવેશ થાય છે. અનાહારકમાં ૨૪ દંડકના અને સિદ્ધ જીવોનો સમાવેશ થાય છે.