________________
૨૦૮ ]
શ્રી ભગવતી સૂત્ર
गोयमा ! सव्वे वि ताव होज्जा सपएसा, अहवा सपएसा य अपएसे य, अहवा सपएसा य अपएसा य । एवं जाव थणियकुमारा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિક જીવો શું કાલાદેશથી સપ્રદેશ છે કે અપ્રદેશ છે?
ઉત્તર- હે ગૌતમ! કોઈ સમયે (૧) સર્વ નૈરયિકો કાલાદેશથી સપ્રદેશી હોય. (૨) કોઈક સમયે અનેક નૈરયિકો સપ્રદેશી હોય અને એક અપ્રદેશી હોય. (૩) કોઈ સમયે અનેક નૈરયિકો સપ્રદેશી હોય અને અનેક અપ્રદેશી પણ હોય છે. આ જ રીતે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. | ५ पुढविकाइया णं भंते ! किं सपएसा, अपएसा ?
गोयमा ! सपएसा वि अपएसा वि । एवं जाव वणस्सइकाइया । सेसा जहा णेरइया तहा जाव सिद्धा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો સપ્રદેશ છે કે અપ્રદેશી?
ઉત્તર-હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવો ઘણા સપ્રદેશી અને ઘણા અપ્રદેશ છે. આ રીતે વનસ્પતિકાય પર્યત જાણવું જોઈએ. સિદ્ધ પર્યત શેષ સર્વ જીવોને માટે નૈરયિકની જેમ કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જીવ, ૨૪ દંડકના જીવ અને સિદ્ધના જીવ, તેમ ૨૬ પ્રકારના જીવના વિષયમાં એક વચન અને બહુવચનની અપેક્ષાએ સપ્રદેશી અને અપ્રદેશીપણાનું નિરૂપણ કર્યું છે. એક જીવની અપેક્ષા :સમુચ્ચય જીવ :- પ્રત્યેક જીવ અનાદિકાલથી છે. તેથી તે પ્રત્યેક જીવ કાલની અપેક્ષાએ સદાને માટે સપ્રદેશી જ હોય છે. અપ્રદેશી હોતા નથી. ૨૪ દંડકના જીવ - એક જીવની અપેક્ષાએ કોઈ પણ દંડકનો જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે વર્તતો હોય ત્યારે તે અપ્રદેશી છે અને દ્વિતીય, તૃતીયાદિ સમયે વર્તતો હોય ત્યારે તે સપ્રદેશી છે. આ રીતે સિદ્ધોમાં પણ સમજવું.
અનેક જીવોની અપેક્ષાએ :
સમુચ્ચય જીવઃ- (૧) નિયમા સપ્રદેશી- સર્વ જીવો અનાદિકાળથી છે તેથી તે સર્વની સ્થિતિ અનંત સમયની હોવાથી તે સર્વ જીવ સંપ્રદેશ છે.
નારકીમાં પૂર્વોત્પન્ન જીવો શાશ્વત છે અને ૧૨ મુહુર્તનો ઉત્પત્તિનો વિરહકાળ હોવાથી નવા ઉત્પન્ન થતાં જીવો અશાશ્વત છે અર્થાતુ ક્યારેક હોય ક્યારેક ન હોય તેથી તેમાં ત્રણ ભંગ હોય છે– (૧) સર્વ પ્રદેશી