________________
૨૦૬ ]
શ્રી ભગવતી સૂત્ર-ર
અનેક અપ્રદેશી- ઘણા જીવ તે ભાવના દ્વિતીયાદિ સમયમાં અને ઘણા જીવ પ્રથમ સમયમાં વર્તતા હોય
* ભંગ વિકલ્પોની ચાવી :- આ ૧૪ દ્વારોમાં કેટલાક બોલ શાશ્વત છે, કેટલાક અશાશ્વત છે, કેટલાક અનાદિ છે, કેટલાક સાદિ છે. આ શાશ્વતતા વગેરેના કારણે ભંગ સંખ્યામાં તફાવત પડે છે. કેટલાક બોલમાં એક જ ભંગ, કેટલાકમાં ત્રણ અને કેટલાકમાં છ ભંગ હોય છે. (૧) જે ભાવો અનાદિકાલીન હોય અને જેમાં નવી ઉત્પત્તિનો વિરહ ન હોય તેમાં અપ્રદેશી અવસ્થા સંભવિત નથી. તેથી તેમાં સર્વ પ્રદેશનો પ્રથમ એક ભંગ હોય છે. (૨) પૃચ્છા સમયે જે ભાવમાં જીવો વિદ્યમાન જ હોય તે શાશ્વત કહેવાય છે. જે ભાવો શાશ્વત હોય અને તેમાં ઉત્પત્તિનો સીમિત વિરહકાળ હોય તો તેમાં પૂર્વોત્પન્ન અને નવા ઉત્પન્ન થતાં એમ બંને પ્રકારના જીવો શાશ્વત હોય ત્યાં અનેક સપ્રદેશી અનેક અપ્રદેશી નામનો એક છઠ્ઠો ભંગ હોય છે. સૂત્રકારે આ છઠ્ઠા ભંગને અભંગ સંજ્ઞા આપી છે. કારણ કે તેમાં અન્ય વિકલ્પ ઘટિત થતા નથી. (૩) જે ભાવો શાશ્વત હોય અર્થાત્ પૃચ્છા સમયે પૂર્વોત્પન્ન જીવો હોય જ પરંતુ ઉત્પત્તિનો સીમિત વિરહકાલ હોવાના કારણે નવા ઉત્પન્ન થતાં જીવો ક્યારેક ન હોય, ક્યારેક હોય, તેથી ૧, ૫, ૬, આ ત્રણ ભંગ સંભવે છે. યથા– (૧) સર્વ સંપ્રદેશી (૫) અનેક સપ્રદેશી એક અપ્રદેશી () અનેક સપ્રદેશી અનેક અપ્રદેશ છે. (૪) જે ભાવો અશાશ્વત હોય અર્થાત્ પૃચ્છા સમયે પૂર્વોત્પન્ન અને નવા ઉત્પન્ન થતાં આ બંને પ્રકારના જીવો ક્યારેક હોય અને ક્યારેક ન હોય, તો તેમાં પૂર્વોક્ત છ ભંગ સંભવે છે. તાત્પર્ય એ છે કે– (૧) અનાદિ શાશ્વત ભાવમાં એક પ્રથમ ભંગ લાભ. (૨) વિરહકાલ રહિતના શાશ્વત ભાવમાં એક છઠ્ઠો ભંગ લાભે. (૩) વિરહકાલ સહિતના શાશ્વત ભાવમાં ૧, ૫, ૬ આ ત્રણ ભંગ લાભ. (૪) અશાશ્વત ભાવમાં છ ભંગ લાભે છે. * મનુષ્યો પ્રત્યાખ્યાની(સંયત) અને પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની(સંયતાસંયત) થઈ શકે. પ્રત્યાખ્યાન ને સમજી શકે અને સંયમ ધારણ પણ કરી શકે છે.
તિર્યંચ પંચેન્દ્રિય પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની(સંયતાસંયત) થઈ શકે, પ્રત્યાખ્યાનને સમજી શકે અને દેશવિરતિ ધારણ કરી શકે.
નારકી, દેવતા અપ્રત્યાખ્યાની હોય, પ્રત્યાખ્યાનને સમજી શકે પરંતુ આચરણ કરી શકે નહીં. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય અપ્રત્યાખ્યાની હોય છે, પ્રત્યાખ્યાનને સમજી શકતા નથી અને ધારણ પણ કરી શકતા નથી. * વૈમાનિક દેવના આયુષ્યનો બંધ સંયત, અસંયત અને સંયતાસંયત ત્રણ પ્રકારના જીવો કરી શકે છે. શેષ ૨૩ દંડકના આયુષ્યનો બંધ અસંયત જીવો જ કરે છે.