________________
શતક-૬ : ઉદ્દેશક-૪
શતક-૬ : ઉદ્દેશક-૪
સંક્ષિપ્ત સાર
૨૦૫
આ ઉદ્દેશકમાં મુખ્યતયા જીવના પરિણામરૂપ ૧૪ દ્વાર(બોલ)માં સ્થિતિની અપેક્ષાએ સપ્રદેશીઅપ્રદેશીપણાનું નિરૂપણ સમુચ્ચયજીવ, ૨૪ દંડકવર્તી જીવ અને સિદ્ધ જીવના આધારે કરવામાં આવ્યું છે, તે ૧૪ બોલ આ પ્રમાણે છે– (૧) જીવ (૨) આહાર (૩) ભવ્ય (૪) સંશી (૫) લેશ્યા (૬) દષ્ટિ (૭) સંયત (૮) કષાય (૯) જ્ઞાન (૧૦) યોગ (૧૧) ઉપયોગ (૧૨) વેદ (૧૩) શરીર (૧૪) પર્યાપ્તિ.
* અપ્રદેશી :– કોઈપણ ભાવ કે પરિણામની પ્રાપ્તિના પ્રથમ સમયે તે ભાવની અપેક્ષાએ તે જીવ અપ્રદેશી કહેવાય છે. જેમ કોઈ જીવ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે નરક ગતિની ઉત્પત્તિના પ્રથમ સમયે તે વ કાલાદેશથી પ્રદેશી કહેવાય છે.
* સપ્રદેશી = કોઈપણ ભાવ કે પરિણામની પ્રાપ્તિ પછીના દ્વિતીય, તૃતીય, સંખ્યાત, અસંખ્યાત કે અનંત સમયવર્તી જીવ સપ્રદેશી કહેવાય છે. જેમ કોઈ જીવ નરકમાં ઉત્પન્ન થાય તો તે ઉત્પત્તિના પ્રથમ એક સમયને છોડી દ્વિતીય, તૃતીયાદિ સમયે કાલાદેશથી સપ્રદેશી કહેવાય છે.
* ઉપરોક્ત ૧૪ દ્વારના ૯૬ બોલ છે. તેના માધ્યમથી ૨૪ દંડકના જીવોમાં તથા સિદ્ઘોમાં એક જીવ અને ઘણા જીવની અપેક્ષાએ કાલાદેશથી અપ્રદેશી-સપ્રદેશીની સૂક્ષ્મતમ વિચારણા છે.
* એક જીવ અપેક્ષાએ ઃ– કોઈપણ ભાવવર્તી એક જીવની પૃચ્છા હોય ત્યારે તે અપ્રદેશી અથવા સપ્રદેશી આ બે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ જ હોય છે અર્થાત્ તે પરિણામની પ્રાપ્તિના પ્રથમ સમયે અપ્રદેશી અને બીજા, ત્રીજા આદિ સમયે સપ્રદેશી હોય છે.
:
* અનેક જીવની અપેક્ષાએ ઃ– સમુચ્ચય સર્વ જીવ અથવા કોઈ પણ દંડકવર્તી સર્વ જીવની પૃચ્છા હોય ત્યારે તેઓમાં અપ્રદેશી-સપ્રદેશીપણાથી એક, ત્રણ કે છ પ્રકારની અવસ્થા સંભવે છે. ક્યારેક બધા સપ્રદેશી હોય, ક્યારેક બધા અપ્રદેશી હોય, ક્યારેક એક અપ્રદેશી અનેક સપ્રદેશી હોય; આ રીતે જુદી–જુદી અવસ્થાઓ હોય છે. વધુમાં વધુ છ ભંગ સંભવે છે.
* છ ભંગના નામ અને અર્થ કથન ઃ– - (૧) સર્વ સપ્રદેશી– સર્વ જીવ તે ભાવના દ્વિતીય તૃતીયાદિ સમયમાં વર્તતા હોય છે (૨) સર્વ અપ્રદેશી– સર્વ જીવ તે ભાવના પ્રથમ સમયમાં વર્તતા હોય છે (૩) એક સપ્રદેશી એક અપ્રદેશી– એક જીવ તે ભાવના દ્વિતીયાદિ સમયમાં વર્તતો હોય અને એક જીવ પ્રથમ સમયમાં વર્તતો હોય છે (૪) એક સપ્રદેશી અનેક અપ્રદેશી- એક જીવ તે ભાવના દ્વિતીયાદિ સમયમાં અને ઘણા જીવ પ્રચમ સમયમાં વર્તતા હોય છે (૫) અનેક સપ્રદેશી એક અપ્રદેશી– ઘણા જીવ તે ભાવના દ્વિતીયાદિ સમયમાં અને એક જીવ પ્રથમ સમયમાં વર્તતો હોય છે (૬) અનેક સપ્રદેશી