________________
૨૦૪ |
શ્રી ભગવતી સૂત્ર
થોડા અચરમ જીવ છે, તેનાથી ચરમજીવ અનંતગુણ છે. વિવેચન :
આ સૂત્રમાં પ્રથમ કાર અને અંતિમ તારના અલ્પબદુત્વનું કથન છે અને વચ્ચેના તેર દ્વારોનું અતિદેશ પૂર્વક સંક્ષિપ્ત નિરૂપણ કર્યું છે. તેનો વિસ્તાર પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પદમાં છે. વેદકારનું અલ્પબદુત્વઃ - (૧) સ્ત્રીવેદી (૨) પુરુષવેદી (૩) નપુંસકવેદી (૪) અવેદી. આ ચારમાં પુરુષ વેદી સર્વથી અલ્પ છે. તેનાથી સ્ત્રીઓ સંખ્યાતગણી વધુ છે કારણ કે ઉત્કૃષ્ટ પદે દેવથી દેવી બત્રીસ ગુણી અને બત્રીસ અધિક હોય છે; મનુષ્યથી મનુષ્યાણી સત્યાવીસ ગુણી અને સત્યાવીસ અધિક હોય છે તથા તિર્યચથી તિર્યંચાણી ત્રણ ગુણી અને ત્રણ અધિક હોય છે. સ્ત્રીવેદીથી અવેદી જીવ અનંતગુણા છે કારણ કે સિદ્ધના જીવો અવેદી છે અને તે અનંત છે. તેનાથી નપુંસકવેદી અનંતગુણા છે, કારણ કે એકેન્દ્રિય જીવ નપુંસકવેદી છે. તે જીવો સાધારણ વનસ્પતિ-અનંતકાયિક જીવની અપેક્ષાએ સિદ્ધોથી અનંતગુણા
ચરમહારનું અ૫હત્વ - ચરમમાં ભવીનું અને અચરમમાં અભવી સહિત સિદ્ધોનું કથન હોવાથી અચરમ અલ્પ છે અને તેનાથી ચરમ અનંતગુણા અધિક છે, કારણ છે કે સિદ્ધ અને અભવી ચોથા, પાંચમા અનંતમાં સમાવિષ્ટ થાય છે. જ્યારે ભવી જીવ આઠમા અનંત પ્રમાણે છે. આઠમો અનંત સહુથી મોટો અનંતગુણો છે. વચ્ચેના ૧૩ કારોના અલ્પબદુત્વ માટે જિજ્ઞાસુ પાઠક પ્રજ્ઞાપના સૂત્રનું ત્રીજું પદ ભાગ-૧માં જુએ.
શતક ૨/૩ સંપૂર્ણ છે.