________________
૨૦૦ |
શ્રી ભગવતી સત્ર-૨
ઉત્તર– હે ગૌતમ ! સાકારોપયોગી અને અનાકારોપયોગી બંને પ્રકારના જીવ આડે ય કર્મ ભજનાથી બાંધે છે.
વિવેચન :
સાકારોપયોગ અને અનાકારોપયોગ ૧ થી ૧૪ ગુણસ્થાન પર્યત હોય છે અને સિદ્ધમાં પણ હોય છે. આ બંને ઉપયોગવાળા સયોગી અવસ્થામાં આઠ કર્મ બાંધે છે અને અયોગી અવસ્થામાં કોઈ કર્મ બાંધતા નથી. તેથી આઠે કર્મ ભજનાથી બાંધે છે.
(૧૩) આહારકદ્વાર :| २५ णाणावरणिज्जं णं भंते ! कम्मं किं आहारए बंधइ, अणाहारए बंधइ ?
गोयमा ! दो वि भयणाए । एवं वेयणिज्जाउयवज्जाणं छण्हं, वेयणिज्जं आहारए बधइ, अणाहारए भयणाए । आउए आहारए भयणाए, अणाहारए ण बधइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ શું આહારક જીવ બાંધે કે અનાહારક જીવ બાંધે?
ઉત્તર- હે ગૌતમ! આહારક અને અનાહારક બંને પ્રકારના જીવને જ્ઞાનાવરણીય કર્મબંધમાં ભજના છે. વેદનીય અને આયુષ્ય કર્મને છોડીને છ કર્મપ્રકૃતિઓ માટે તેમજ જાણવું. વેદનીય કર્મ આહારક જીવ નિયમા બાંધે છે, અનાહારક માટે ભજના છે. આયુષ્ય કર્મ આહારક જીવ વિકલ્પ બાંધે, અનાહારક જીવ બાંધતા નથી. વિવેચન :
આહારકમાં તેર ગુણસ્થાન હોય છે, તેથી તેઓ સાત કર્મ વિકલ્પથી બાંધે અને વેદનીય કર્મ નિયમા બાંધે.
અનાહારકમાં વાટે વહેતા સર્વ દંડકના જીવો, ચૌદમાં ગુણસ્થાનવાળા અયોગી મનુષ્યો તથા સિદ્ધ જીવો હોય છે. તે જીવો આયુષ્ય કર્મ બાંધતા જ નથી અને સાત કર્મવિકલ્પથી બાંધે છે. કારણ કે વાટે વહેતા અનાહારક જીવ નિયમા સાત કર્મ બાંધે છે અને અયોગી તથા સિદ્ધ અનાહારક જીવો કોઈ કર્મ બાંધતા નથી.
(૧૪) સૂક્ષ્મ દ્વાર :| २६ णाणावरणिज्जं णं भंते ! कम्मं किं सुहुमे बंधइ, बायरे बंधइ, णोसुहुमणोबायरे बंधइ?
गोयमा ! सुहुमे बंधइ, बायरे भयणाए, णोसुहुम णोबायरे ण बंधइ ।