________________
શતક-૬ઃ ઉદ્દેશક-૩
| ૨૦૧]
एवं आउयवज्जाओ सत्त वि । आउए सुहुमे, बायरे भयणाए; जोसुहुम णोबायरे ण बंधइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ શું સૂક્ષ્મ જીવ બાંધે, બાદર જીવ બાંધે કે નોસૂક્ષ્મનોબાદર જીવ બાંધે?
ઉત્તર- હે ગૌતમ! સૂક્ષ્મ જીવ નિયમા બાંધે, બાદર જીવ ભજનાથી બાંધે, નોસૂક્ષ્મ નો બાદર જીવ બાંધતા નથી. તે જ રીતે આયુષ્ય કર્મ સિવાય સાત કર્મ પ્રકૃતિઓના વિષયમાં જાણવું જોઈએ. આયુષ્યકર્મ, સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના જીવ ભજનાથી બાંધે છે. નોસૂક્ષ્મ નો બાદર જીવ આયુષ્ય કર્મ બાંધતા નથી.
વિવેચન :
સૂણમ જીવો એકેન્દ્રિય હોય છે. તેઓ સાત કર્મ નિયમ બાંધે, આયુષ્યકર્મ ક્યારેક બાંધે, ક્યારેક બાંધતા નથી. બાદર જીવો:- સૂક્ષ્મ સિવાયના બધા જીવો બાદર છે, તે જીવોમાં ચૌદ ગુણસ્થાન હોય છે. તેથી તેઓ આઠે ય કર્મ ભજનાથી બાંધે. નોર્મ નો બાદર:- સિદ્ધના જીવ કોઈ કર્મ બાંધતા નથી. (૧૫) ચરમ દ્વાર :२७ णाणावरणिज्जं णं भंते ! कम्मं किं चरिमे बंधइ, अचरिमे बंधइ ?
गोयमा ! अट्ठ वि भयणाए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ શું ચરમ જીવ બાંધે કે અચરમ જીવ બાંધે?
ઉત્તર– હે ગૌતમ ! ચરમ અને અચરમ બંને પ્રકારના જીવ આઠે ય કર્મ પ્રકૃતિઓને કદાચિત્ બાંધે, કદાચિત્ ન બાંધે. વિવેચન :ચરમ :- જે જીવનો અંતિમ ભવ હોય અથવા જે જીવના ભવનો અંત થવાનો હોય તે ચરમ કહેવાય છે. અચરમ:- (૧) જે જીવના ઘણા ભવ શેષ હોય તે અચરમ કહેવાય છે (૨) જે જીવનો અંતિમ ભવ કદાપિ થવાનો નથી તેવા અભવ્ય જીવ અચરમ છે (૩) સિદ્ધના જીવ પણ અચરમ કહેવાય છે કારણ કે તેઓનો અંત કદાપિ થવાનો નથી.
ચરમમાં ચૌદ ગુણસ્થાન હોય છે તેથી તેમાં આઠે ય કર્મબંધની ભજના છે. અચરમમાં સિદ્ધોની