________________
શતક-૬ઃ ઉદ્દેશક-૩
[ ૧૯૯ ]
નથી, તેથી વેદનીય સિવાય સાત કર્મ વિકલ્પથી બાંધે અને વેદનીય કર્મ અવશ્ય બાંધે છે.
કેવળજ્ઞાનીમાં ૧૩મું અને ૧૪મું બે ગણસ્થાન હોય. તેઓ સયોગી અવસ્થામાં વેદનીયકર્મ બાંધે અને અયોગી અવસ્થામાં ન બાંધે. તેથી તેઓ વેદનીય કર્મ વિકલ્પ બાંધે છે અને શેષ કર્મો બાંધતા નથી.
મતિ અજ્ઞાની, શ્રત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાનીમાં પહેલું અને ત્રીજું બે ગુણસ્થાન હોય છે, તેથી તે સાતકર્મ અવશ્ય બાંધે અને આયુષ્ય કર્મ વિકલ્પ બાંધે છે.
(૧૧) યોગ દ્વાર :| २३ णाणावरणिज्जं णं भंते ! कम्मं किं मणजोगी बंधइ, वयजोगी बंधइ, कायजोगी बंधइ, अजोगी बंधइ ?
गोयमा ! हेछिल्ला तिण्णि भयणाए, अजोगी ण बंधइ । एवं वेयणिज्जवज्जाओ सत्त वि । वेयणिज्ज हेट्ठिल्ला बंधंति, अजोगी ण बंधइ । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ શું મનયોગી બાંધે, વચનયોગી બાંધે, કાયયોગી બાંધે કે અયોગી બાંધે?
ઉત્તર-હે ગૌતમ જ્ઞાનાવરણીય કર્મબંધનયોગી, વચનયોગી, કાયયોગીમાં ભજના છે. અયોગી બાંધતા નથી. આ રીતે વેદનીયકર્મ સિવાય સાત કર્મપ્રકૃતિઓના વિષયમાં સમજવું. વેદનીય કર્મ મનયોગી, વચનયોગી, કાયયોગી બાંધે છે, અયોગી બાંધતા નથી.
વિવેચન :
સયોગી જીવમાં તેર ગુણસ્થાન હોય છે, તેથી તે સાત કર્મ વિકલ્પ બાંધે છે અને વેદનીય કર્મ અવશ્ય બાંધે છે. અયોગી જીવમાં ૧૪મા ગુણસ્થાનવ કેવળી અને સિદ્ધના જીવ હોય છે. તે કોઈ કર્મ બાંધતા નથી.
(૧૨) ઉપયોગ દ્વાર :२४ णाणावरणिज्जणं भंते ! कम्मं किं सागारोवउत्ते बंधइ, अणागारोवउत्ते बंधइ ? गोयमा ! अट्ठसु वि भयणाए । શબ્દાર્થ – સરોવરે = સાકારોપયુક્ત, જ્ઞાન–અજ્ઞાનમાં ઉપયુક્ત આત્મા, સાકારોપયોગી અગારો- વત્તે = અનાકારોપયુક્ત, દર્શનોપયુક્ત આત્મા, અનાકારોપયોગી. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ શું સાકારોપયોગી બાંધે કે અનાકારોપયોગી બાંધે?