________________
૧૯૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
વિવેચન :
પરિત જીવઃ- જેના ભવ સીમિત છે અર્થાત્ અલ્પભવ કરી મુક્ત થનાર છે, તે પરિત્ત કહેવાય. તેમાં ચૌદ ગુણસ્થાન હોય છે, તેથી તે આઠે ય કર્મનો વિકલ્પથી બંધ કરે છે. અપરિત જીવઃ- જેના ભવ અસીમિત છે અર્થાત્ જેને અનંત જન્મમરણ સુધી સંસાર ભ્રમણ કરવાનું છે તેને અપરિત્ત કહેવાય. તે જ્ઞાનાવરણીયાદિ સાત કર્મો અવશ્ય બાંધે છે. આયુષ્યકર્મ પૂર્વવતુ વિકલ્પ બાંધે છે. નો પરિત્ત નો અપરિત્ત - સિદ્ધના જીવો કોઈ કર્મ બાંધતા નથી.
(૧૦) જ્ઞાન દ્વાર :२१ णाणावरणिज्ज णं भंते ! कम्मं किं आभिणिबोहियणाणी बंधइ, सुयणाणी, ओहिणाणी, मणपज्जवणाणी, केवलणाणी बंधइ ?
गोयमा ! हेट्ठिल्ला चत्तारि भयणाए, केवलणाणी ण बंधइ । एवं वेयणिज्जवज्जाओ सत्त वि । वेयणिज्ज हेट्ठिल्ला चत्तारि बंधति, केवलणाणी भयणाए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ શું મતિજ્ઞાની બાંધે, શ્રુતજ્ઞાની બાંધે, અવધિજ્ઞાની બાંધે, મન:પર્યવજ્ઞાની બાંધે કે કેવલજ્ઞાની બાંધે?
ઉત્તર– હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મ પ્રથમના ચાર જ્ઞાની ભજનાથી બાંધે અને કેવલજ્ઞાની બાંધતા નથી. તે જ રીતે વેદનીય કર્મને છોડીને સાતે ય કર્મપ્રકૃતિઓના વિષયમાં સમજી લેવું જોઈએ. વેદનીયકર્મને ચાર જ્ઞાની નિયમાં બાંધે છે. કેવલજ્ઞાની ભજનાથી બાંધે છે.
२२ णाणावरणिज्जं णं भंते ! कम्मं किं मइअण्णाणी बंधइ, सुयअण्णाणी बंधइ, विभंगणाणी बंधइ ?
गोयमा ! आउयवज्जाओ सत्त वि बंधति, आउयं भयणाए ।
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ શું મતિ અજ્ઞાની બાંધે, શ્રત અજ્ઞાની બાંધે કેવિલંગજ્ઞાની બાંધે?
ઉત્તર- હે ગૌતમ! આયુષ્યકર્મને છોડીને શેષ સાતે ય કર્મ પ્રકૃતિઓને ત્રણ પ્રકારના અજ્ઞાની જીવો નિયમ બાંધે છે. આયુષ્યકર્મ કદાચિત્ બાંધે, કદાચિત્ ન બાંધે.
વિવેચન :
પ્રથમ ચાર જ્ઞાનીમાં બીજું અને ચોથાથી બારમું ગુણસ્થાન હોય છે, તેમાં ૧૩મું ૧૪મું ગુણસ્થાન