________________
શતક-દ: ઉદેશક-૯
.
[ ૧૯૭]
બોલનારા જીવો. ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ શું ભાષક જીવ બાંધે કે અભાષક જીવ બાંધે?
ઉત્તર- હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મ ભાષક અને અભાષક બંને ભજનાથી બાંધે છે. તે જ રીતે વેદનીયને છોડીને સાત કર્મ પ્રકૃતિના વિષયમાં કહેવું. ભાષક જીવ વેદનીય કર્મ નિયમ બાંધે છે અને અભાષક જીવ ભજનાથી બાંધે છે.
વિવેચન :
ભાષકજીવમાં– ૧ થી ૧૩ ગુણસ્થાન હોય છે, તે વેદનીય કર્મ અવશ્ય બાંધે છે અને સાત કર્મ ભજનાથી બાંધે છે. અભાષક જીવમાં– અયોગીકેવળી(ચૌદમાં ગુણસ્થાનવર્સી) જીવ, સિદ્ધ, વિગ્રહગતિ સમાપન્નક જીવ અને એકેન્દ્રિય જીવો હોય છે. તેમાં અયોગી કેવળી અને સિદ્ધ કોઈ કર્મ બાંધતા નથી, વિગ્રહગતિ સમાપન્નક જીવ આયુષ્ય કર્મ બાંધતા નથી; શેષ સાત કર્મ અવશ્ય બાંધે છે. એકેન્દ્રિય જીવ આયુષ્યકર્મ વિકલ્પ બાંધે છે; શેષ સાત કર્મ અવશ્ય બાંધે છે. આ રીતે અભાષક જીવ આઠેય કર્મ વિકલ્પ બાંધે છે અર્થાતુ કેટલાક અભાષક જીવો આઠે ય કર્મ બાંધે છે, કેટલાક અભાષાક જીવ આઠે ય કર્મ બાંધતા નથી.
(૯) પરિત દ્વાર :
२० णाणावरणिज्जंणं भंते ! कम्मं किं परित्ते बंधइ, अपरित्ते बंधइ, णोपरित्तेणोअपरित्ते बंधइ?
गोयमा ! परित्ते भयणाए, अपरित्ते बंधइ, णोपरित्ते णोअपरित्ते ण बंधइ । एवं आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ। आउयं परित्ते वि अपरिते वि भयणाए णोपरित्ते णोअपरित्ते ण बंधइ । શબ્દાર્થ:- તે = જેનો સંસાર પરિભ્રમણકાળ સીમિત રહ્યો હોય તેવા જીવો અપત્તિ = જેનો સંસારકાળ અપરિમિત-અનંત શેષ હોય તેવા જીવ ખોપત્તિ ખોપત્તિ = સિદ્ધ ભગવાન. ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મશું પરિત્તજીવ બાંધે, અપરિત્ત જીવ બાંધે કે નોપરિત્ત નોઅપરિત્ત જીવ બાંધે?
ઉત્તર- હે ગૌતમ! પરિત્ત જીવમાં જ્ઞાનાવરણીય કર્મબંધની ભજના છે, અપરિત્ત જીવ જ્ઞાનાવરણીય કર્મ નિયમ બાંધે છે અને નોપરિત્ત નોઅપરિત્ત જીવ બાંધતા નથી. તે જ રીતે આયુષ્ય કર્મને છોડીને સાત કર્મ પ્રકૃતિના વિષયમાં કહેવું જોઈએ. આયુષ્ય કર્મને પરિત્ત અને અપરિત્ત ભજનાથી બાંધે, નોપરિત્ત–નોઅપરિત્ત-સિદ્ધ જીવ બાંધતા નથી.