________________
શ્રી ભગવતી સૂત્ર–૨
કર્મબંધ :– ત્રણદર્શનીને વેદનીયકર્મનો બંધ નિયમા થાય. શેષ સાત કર્મ વિકલ્પે બંધાય. કેવળદર્શનીને વેદનીય કર્મ ભજનાથી બંધાય અને સાત કર્મ ન બંધાય.
૧૯૬
(૭) પર્યાપ્ત દ્વાર :
१८ णाणावरणिज्जं णं भंते ! कम्मं किं पज्जत्तए बंघइ, अपज्जत्तए बंघई, णोपज्जत्तय-णोअपज्जत्तए बंधइ ?
गोयमा ! पज्जत्तए भयणाए; अपज्जत्तए बंधइ, गोपज्जत्तयणोअपज्जत्तए ण बंधइ । एवं आउयवज्जाओ सत्त वि, आउयं हेट्ठिल्ला दो भयणाए, उवरिल्ले ण बंधइ ।
શબ્દાર્થ:- પન્નત્તQ = પર્યાપ્ત જીવ. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી હોય તેવા જીવ અવત્તર્ = સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી ન હોય તેવા જીવ ખોપબ્બત્તય-ખોઅપાત્તણ્ = પર્યાપ્તિ—અપર્યાપ્તિથી રહિત સિદ્ધ ભગવાન.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું પર્યાપ્ત જીવ બાંધે, અપર્યાપ્ત જીવ બાંધે કે નોપર્યાપ્ત નોઅપર્યાપ્ત જીવ બાંધે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મ પર્યાપ્ત જીવ ભજનાથી બાંધે, અપર્યાપ્ત જીવ નિયમા બાંધે અને નોપર્યાપ્ત નોઅપર્યાપ્ત જીવ બાંધતા નથી. આ રીતે આયુષ્ય કર્મને છોડીને સાત કર્મપ્રકૃતિઓના વિષયમાં કહેવું જોઈએ. આયુષ્ય કર્મ પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવ ભજનાથી બાંધે અને નોપર્યાપ્ત નોઅપર્યાપ્ત સિદ્ધ જીવ બાંધતા નથી.
વિવેચન :
પર્યાપ્ત જીવ– આઠે ય કર્મ ભજનાથી બાંધે. કારણ કે તેમાં ચૌદે ય ગુણસ્થાન હોય છે. અપર્યાપ્ત જીવમાં પહેલું, બીજું અને ચોથું ગુણસ્થાન હોય છે. તેથી તે સાત કર્મ નિયમા બાંધે અને આયુકર્મ ભજનાથી બાંધે. નોપર્યાપ્ત નોઅપર્યાપ્ત–સિદ્ધ ભગવાન કોઈ કર્મ બાંધતા નથી.
(૮) ભાષક દ્વાર :
१९ णाणावरणिज्जं णं भंते ! कम्मं किं भासए बंधइ, अभासए बंधइ ? गोयमा ! दो वि भयणाए, एवं वेयणिज्जवज्जाओ सत्त वि । वेयणिज्जं भासए बंधइ, अभासए भयणाए ।
શબ્દાર્થ:- ભાસમ્ = બોલનારા જીવો, વચનયોગવાળા જીવ અમાલમ્ = વચનયોગ રહિત જીવ, ન