________________
શ્રી ભગવતી સૂત્ર–૨
વિષયમાં જાણવું જોઈએ. વેદનીયકર્મ સંજ્ઞી અને અસંજ્ઞી જીવ નિયમા બાંધે, નોસંજ્ઞી નોઅસંજ્ઞી જીવ કદાચિત્ બાંધે કદાચિત્ ન બાંધે.
૧૯૪
આયુષ્ય કર્મ સંશી અને અસંશી જીવ ભજનાથી બાંધે અને નોસંજ્ઞી નોઅસંશી જીવ આયુષ્ય કર્મ
બાંધતા નથી.
વિવેચન :
સંશી જીવ ઃ– છ કર્મ ભજનાથી બાંધે, વેદનીયકર્મ નિયમા બાંધે અને આયુકર્મ જીવનમાં એકવાર બાંધે. આ રીતે સાત કર્મ ભજનાથી બાંધે તથા વેદનીય કર્મ નિયમા બાંધે. વેદનીય કર્મનો અબંધ ચૌદમા ગુણસ્થાને થાય છે અને સંશીમાં ૧૨ ગુણસ્થાન હોય છે તેથી સંજ્ઞી જીવ વેદનીય કર્મ નિયમા બાંધે.
અસંશી જીવ ઃ– સાત કર્મ નિયમા બાંધે અને આયુકર્મ કદાચિત્ બાંધે કદાચિત્ ન બાંધે.
નોસંજ્ઞી નોઅસંશી જીવ ઃ– તેરમા ચૌદમા ગુણસ્થાનવર્તી જીવોને સાત કર્મોનો અબંધ છે. તેરમા ગુણસ્થાનવાળા વેદનીય કર્મ બાંધે છે અને ચૌદમા ગુણસ્થાનવાળા વેદનીય કર્મ બાંધતા નથી માટે તેઓને વેદનીય કર્મબંધની ભજના છે.
(૫) ભવી-અભવી દ્વાર :
१६ णाणावरणिज्जं णं भंते ! कम्मं किं भवसिद्धिए बंधइ, अभवसिद्धिए बंध, गोभवसिद्धिय-गोअभवसिद्धिए बंधइ ?
गोयमा ! भवसिद्धिए भयणाए, अभवसिद्धिए बंधइ; णोभवसिद्धिय - णोअभवसिद्धिए ण बंधइ, एवं आउयवज्जाओ सत्त वि, आउयं हेट्ठिल्ला दो भयणाए, वरिल्लेण बंध |
શબ્દાર્થ:ભસિદ્િ = ભવીજીવ અમવસિદ્ધિમ્ = અભવી જીવ ખોભવસિક્રિયખોઅમવસિદ્ધિ - સિદ્ધ.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું ભવી જીવ બાંધે, અભવી જીવ બાંધે કે નોભવી નોઅભવી જીવ બાંધે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મ ભવી જીવ ભજનાથી બાંધે છે, અભવી જીવ નિયમા બાંધે છે અને નોભવી નોઅભવી જીવ બાંધતા નથી.
તે જ રીતે આયુષ્ય કર્મને છોડીને સાત કર્મપ્રકૃતિઓના વિષયમાં કહેવું જોઈએ. આયુષ્ય કર્મ ભવી અને અભવી જીવ ભજનાથી બાંધે છે, સિદ્ધ જીવ બાંધતા નથી.