________________
શતક-દ: ઉદેશક-૯ ]
[ ૧૯૧]
કદાચિત્ ન બાંધે; નપુંસક કદાચિતું બાંધે, કદાચિત્ ન બાંધે અને નોસ્ત્રી નોપુરુષ નોનપુંસક આયુષ્ય કર્મ બાંધતા નથી. વિવેચન :
ઉપરોક્ત સૂત્રોમાં સ્ત્રી, પુરુષ, નંપુસક અને વેદરહિત-અવેદી જીવ આઠ કર્મોનો બંધ કરે કે ન કરે, તે વિષયનું નિરૂપણ કર્યું છે.
સ્ત્રી, પુરુષ અને નપુંસકવેદી જીવ આયુષ્ય કર્મને છોડીને શેષ સાત કર્મ અવશ્ય(નિયમા) બાંધે છે. આયુષ્ય કર્મનો બંધ એક ભવમાં એક જ વાર થાય છે. તેથી સ્ત્રીવેદી આદિ ત્રણ વેદવાળા જીવ આયુષ્યકર્મ કદાચિત્ બાંધે કદાચિત્ ન બાંધે. નો ઉલ્થ પુરિસ નાગપુરો - સૂત્રમાં ત્રણે ય વેદ રહિત અવેદી જીવ માટે આ શબ્દપ્રયોગ થયો છે. નવમા ગુણસ્થાનથી જીવ અવેદી બની જાય છે. અવેદી જીવમાં આયુષ્ય કર્મનો બંધ થતો નથી. શેષ સાત કર્મોનો બંધ વિકલ્પ થાય છે. તેમાં નવમા ગુણસ્થાને સાતકર્મનો બંધ થાય છે. દશમા ગુણસ્થાને આયુષ્ય અને મોહનીય કર્મને છોડીને છ કર્મનો બંધ થાય છે. ૧૧, ૧૨, ૧૩માં ગુણસ્થાને એક વેદનીય કર્મનો બંધ થાય. ચૌદમાં ગુણસ્થાનવર્સી અવેદી જીવોને કોઈ કર્મનો બંધ નથી. આ રીતે અવેદી = નોસ્ત્રી નોપુરુષ નોનપુંસકમાં સાતકર્મના બંધની ભજના અને આયુકર્મનો અબંધ હોય છે. ગુણસ્થાનની અપેક્ષાએ કર્મબંધ:- (૧-૫) જ્ઞાનાવરણીય દર્શનાવરણીય નામ, ગોત્ર અને અંતરાય એ પાંચ કર્મ દસ ગુણસ્થાન સુધી બંધાય છે. (૬) મોહનીય કર્મ નવ ગુણસ્થાન સુધી બંધાય છે. (૭) આયુષ્યકર્મ ત્રીજું ગુણસ્થાન છોડીને સાત ગુણસ્થાન સુધી બંધાય છે. (૮) વેદનીયકર્મ તેર ગુણસ્થાન સુધી બંધાય છે. ચૌદમાં ગુણસ્થાને કર્મબંધ નથી.
હવે પછીના દ્વારમાં જીવોને જે ભાવમાં જેટલા ગુણસ્થાન પ્રાપ્ત થતાં હોય તે ગુણસ્થાન અનુસાર તે જીવોના કર્મબંધ અને અબંધને સમજવા.
(ર) સંયત દ્વાર :१३ णाणावरणिज्जं णं भंते ! कम्मं किं संजए बंधइ, असंजए बंधइ, संजयासंजए बंधइ, णोसंजय-णोअसंजय-णोसंजयासंजए बंधइ ?
गोयमा ! संजए सिय बंधइ, सिय णो बंधइ; असंजए बंधइ; संजयासंजए वि बंधइ; णोसंजय-णोअसंजय-णोसंजयासंजए ण बंधइ । एवं आउयवज्जाओ सत्त वि । आउए हेट्ठिल्ला तिण्णि भयणाए, उवरिल्ले ण बंधइ । શબ્દાર્થ સંન = સામાયિક આદિ પાંચ ચારિત્ર્યવાન, સર્વવિરતિ સાધુ, છઠ્ઠાથી ચૌદમા ગુણસ્થાનવર્તી