________________
શતક–૬ : ઉદ્દેશક-૩
સાન્ત છે. સિદ્ધજીવો સિદ્ધગતિની અપેક્ષાએ સાદિ અનંત છે. ભવ્યસિદ્ધિક જીવ લબ્ધિની અપેક્ષાએ અનાદિ સાંત છે અને અભવ્યસિદ્ધિક જીવ સંસાર પરિભ્રમણની અપેક્ષાએ અનાદિ અનંત છે.
વિવેચન :
પૂર્વસૂત્રોમાં વસ્ત્ર અને આત્માના પુદ્ગલોપચય અને કર્મોપચય સંબંધી સાદિ, અનાદિ વગેરેની વિચારણા છે જ્યારે પ્રસ્તુત સૂત્રમાં વસ્ત્ર અને જીવની જ સાદિ, અનાદિરૂપે વિચારણા છે.
(૧) વસ્ત્ર :– ઉત્પત્તિ અને વિનાશની અપેક્ષાએ વસ્ત્રમાં સાદિ સાંતનો એક જ વિકલ્પ છે.
(૨) જીવ ઃ- યદ્યપિ સમુચ્ચય જીવ દ્રવ્યની અપેક્ષાએ અનાદિ અનંત છે છતાં સૂત્રમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ તેમાં ચારે ય ભંગ સ્વીકાર્યા છે જે સૂત્રપાઠથી અને ભાવાર્થથી સ્પષ્ટ છે.
૧૮૭
સિદ્ધ જીવ : સાદિ અનંત :– જીવ કર્મક્ષય કરી સિદ્ધ થાય છે, તે અપેક્ષાએ તેની આદિ છે અને સિદ્ધ સદાય સિદ્ધ રૂપે જ રહે છે, તે અવસ્થાનો ક્યારે ય અંત થતો નથી. આ રીતે સિદ્ધ જીવ સાદિ અનંત છે. આઠ કર્મોની સ્થિતિ ઃ
९ कइ णं भंते ! कम्मप्पगडीओ पण्णत्ताओ ?
गोयमा ! अट्ठ कम्मप्पगडीओ पण्णत्ताओ, तं जहा - णाणावरणिज्जं दरिसणा- वरणिज्जं जाव अंतराइयं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કર્મ પ્રકૃતિ કેટલી છે ?
ઉત્તર– હે ગૌતમ ! કર્મ પ્રકૃતિ આઠ છે, તે આ પ્રમાણે છે– જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય યાવત્
અંતરાય.
१० णाणावरणिज्जस्स णं भंते ! कम्मस्स केवइयं कालं बंधट्ठिई पण्णत्ता ? गोयमा ! जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिण्णि य वाससहस्साइं अबाहा, अबाहूणिया कम्मट्ठिई कम्मणिसेओ । एवं दरिसणा- वरणिज्जस्स वि ।
वेयणिज्जस्स जहण्णेणं दो समया, उक्कोसेणं जहा णाणावरणिज्जं । मोहणिज्जस्स जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्तरिसागरोवमकोडाकोडीओ, सत य वाससहस्साणि अबाहा, अबाहूणिया कम्मट्ठिई कम्मणिसेओ ।
आउयस्स जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाणि