________________
[ ૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
અંત કરવાના નથી. તેથી તેનો કર્મોપચય અંત રહિત છે. આ રીતે અભવી જીવોનો કર્મોપચય અનાદિ અનંત કહેવાય છે.
કોઈ પણ જીવને કોઈપણ અવસ્થામાં કર્મોપચયનો સાદિ અનંતનો ચોથો ભંગ ઘટિત થતો નથી. કારણ કે જે બંધની આદિ હોય તેનો અંત નિશ્ચિત છે.
જીવના સાદિ સાત્ત વગેરે ચતુર્ભગ :७ वत्थे णं भंते ! किं साइए सपज्जवसिए, चउभंगो पुच्छा ?
गोयमा ! वत्थे साइए सपज्जवसिए, अवसेसा तिण्णि वि पडिसेहेयव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું વસ્ત્ર સાદિ–સાંત છે, ઈત્યાદિ ચાર ભંગ યુક્ત પ્રશ્ન કરવો?
ઉત્તર– હે ગૌતમ! વસ્ત્ર સાદિ–સાંત છે. શેષ ત્રણ ભંગનો વસ્ત્રમાં નિષેધ કરવો જોઈએ અર્થાત વસ્ત્રમાં ત્રણ ભંગ હોતા નથી. | ८ जहा णं भंते ! वत्थे साइए सपज्जवसिए, णो साइए अपज्जवसिए, णो अणाइए सपज्जवसिए, णो अणाइए अपज्जवसिए तहा णं जीवा किं साइया सपज्जवसिया, चउभंगो पुच्छा ?
गोयमा ! अत्थेगइया साइया सपज्जवसिया, एवं चत्तारि वि भंगा भाणियव्वा । से केणटेणं भंते एवं?
गोयमा ! णेरइय-तिरिक्खजोणिय-मणुस्स-देवा गइरागई पडुच्च साइया सपज्जवसिया, सिद्धा सिद्ध गई पडुच्च साइया अपज्जवसिया, भवसिद्धिया लद्धिं पडुच्च अणाइया सपज्जवसिया, अभवसिद्धिया संसारं पडुच्च अणाइया અપના- વસિયા, તે તેણકે | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેમ વસ્ત્ર સાદિ–સાંત છે, સાદિ અનંત નથી, અનાદિ સાત નથી, અનાદિ અનંત નથી, તેમ શું જીવો સાદિ સાંત છે? વગેરે ચારે ભંગથી પૃચ્છા કરવી.
ઉત્તર- હે ગૌતમ ! (૧) કેટલાક જીવ સાદિ સાંત છે (૨) કેટલાક જીવ સાદિ અનંત છે (૩) કેટલાક જીવ અનાદિ સાત્ત છે (૪) કેટલાક જીવ અનાદિ અનંત છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે? ઉત્તર- હે ગૌતમ ! નરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય તથા દેવો, જન્મ મરણની અપેક્ષાએ સાદિ