________________
શતક-૬ઃ ઉદ્દેશક-૩
[ ૧૮૫ ]
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે રીતે વસ્ત્રમાં પુદ્ગલોપચય સાદિ સાંત છે પરંતુ સાદિ અનંત, અનાદિ સાંત કે અનાદિ અનંત નથી, શું તે જ રીતે જીવોને જે કર્મોપચય થાય છે તે સાદિ સાંત છે, સાદિ અનંત છે, અનાદિ સાંત છે કે અનાદિ અનંત છે?
ઉત્તર– હે ગૌતમ ! કેટલાક જીવોનો કર્મોપચય સાદિ સાત્ત છે, કેટલાક જીવોનો કર્મોપચય અનાદિ સાંત છે, કેટલાક જીવોનો કર્મોપચય અનાદિ અનંત છે પરંતુ કોઈ પણ જીવોનો કર્મોપચય સાદિ અનંત નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર– હે ગૌતમ! ઐર્યાપથિક બંધકનો કર્મોપચય સાદિ–સાત્ત છે, ભવ્યસિદ્ધક જીવોનો કર્મોપચય અનાદિ સાત્ત છે, અભવ્યસિદ્ધક જીવોનો કર્મોપચય અનાદિ અનંત છે. તેથી હે ગૌતમ ! આ પ્રમાણે કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વસ્ત્રના પુદ્ગલોપચયની અને જીવના કર્મોપચયની સાદિ–સાત્તતા આદિની વિચારણા છે.
વસ્ત્ર સ્વયં સાદિ સાંત(અંત સહિત) હોય છે તેથી તેના પુદ્ગલોપચયમાં પણ સાદિ સાંતનો એક જ ભંગ થાય છે. પરંતુ જીવ અનાદિ કાળથી છે, તેથી તેનો કર્મોપચય પણ અનાદિ છે. તેમ છતાં સૂત્રમાં અપેક્ષા ભેદથી જીવમાં કર્મોપચયના ત્રણ ભંગ સ્વીકાર્યા છે. યથા(૧) સાદિ સાત્ત :- કર્મબંધક જીવોના બે વિભાગ છે. સાંપરાયિક બંધક અને ઐર્યાપથિક બંધક. (૧) સાંપરાયિક બધ– કષાય સહિતના જીવોને જે કર્મબંધ થાય છે તેને સાંપરાયિક બંધ કહે છે. એકથી દસ ગુણસ્થાનવર્સી જીવો સાંપરાયિક બંધક છે. (૨) ઐયપથિક બધ– જે જીવોના કષાય સર્વથા ઉપશાંત અથવા ક્ષીણ થઈ ગયા છે, જે કષાયરહિત છે, તેઓને કેવળ યોગજન્ય હલનચલન આદિ ક્રિયાઓથી જે કર્મબંધ થાય તેને ઐયંપથિક બંધ કહે છે. અગિયારમા, બારમા અને તેમાં ગુણસ્થાનવર્તી વીતરાગી જીવો ઐર્યાપથિક બંધક છે. અગિયારમા, બારમા ગુણસ્થાનવર્તી જીવો તેનો પ્રારંભ કરે છે; તેથી તેની આદિ છે અને અગિયારમા અને તેમાં ગુણસ્થાનના અંતે ઐયાપર્થિક બંધ સમાપ્ત થાય છે, તેથી તેનો અંત છે. આ રીતે ઐર્યાપથિક બંધ સાદિ સાંત છે. (૨) અનાદિ સાન ઃ- ભવી જીવોનો કર્મોપચય પ્રવાહ રૂપથી અનાદિ છે અને એક દિવસ તે કર્મોનો સર્વથા અંત કરીને તેઓ અવશ્ય સિદ્ધ થશે; તે અપેક્ષાએ તેનો કર્મોપચય સાંત છે. આ રીતે ભવી જીવોનો કર્મોપચય અનાદિ સાંત કહેવાય છે. (૩) અનાદિ અનંત – અભવી જીવોનો કર્મોપચય પ્રવાહરૂપે અનાદિ છે અને તે જીવો ક્યારેય કર્મોનો