________________
| १८४
શ્રી ભગવતી સત્ર-૨
સ્વાભાવિક રૂપે પણ થાય અને પ્રયોગથી પણ થાય છે. વસ્ત્ર જડ છે, તેથી તેમાં કોઈપણ પ્રકારનો પોતાનો પ્રયોગ શક્ય નથી. તેમાં પુદ્ગલનો ઉપચય સ્વાભાવિક રૂપે પણ થઈ શકે અને પુરુષના પ્રયત્નથી પણ થઈ શકે છે.
જ્યારે આત્મા ચૈતન્યવંત છે, તેના સ્વતંત્ર પ્રયોગ વિના કર્મ પુદ્ગલોપચય શક્ય નથી. જો પ્રયોગ વિના પણ કર્મોપચય થતો હોય, તો અયોગી અવસ્થામાં અથવા સિદ્ધાવસ્થામાં પણ કર્મ બંધ થાય પરંતુ તેમ થતું નથી. તેથી સિદ્ધ થાય છે કે જીવના ત્રણ પ્રકારના પ્રયોગ(મન, વચન, કાયપ્રયોગ)માંથી જેની પાસે જે પ્રયોગ હોય તેના દ્વારા જ કર્મોપચય થાય છે.
કર્મ-પુદ્ગલોપચય સાદિ સાત કે અનાદિ અનંત :| ५ वत्थस्स णं भंते ! पोग्गलोवचए किं साइए सपज्जवसिए साइए अपज्जवसिएअणाइए सपज्जवसिए अणाइए अपज्जवसिए ?
गोयमा ! वत्थस्स णं पोग्गलोवचए साइए सपज्जवसिए; णो साइए अपज्ज- वसिए, णो अणाइए सपज्जवसिए, णो अणाइए अपज्जवसिए । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વસ્ત્રમાં પુદ્ગલોનો જે ઉપચય થાય છે તે શું સાદિ સાત્ત છે, સાદિ અનંત છે, અનાદિ સાંત છે કે અનાદિ અનંત છે?
ઉત્તર- હે ગૌતમ! વસ્ત્રમાં જે પુલોનો ઉપચય થાય છે તે સાદિ સાંત છે પરંતુ સાદિ અનંત નથી, અનાદિ સાંત નથી અને અનાદિ અનંત પણ નથી. | ६ जहा णं भंते ! वत्थस्स पोग्गलोवचए साइए सपज्जवसिए; णो साइए अपज्ज- वसिए णो अणाइए सपज्जवसिए णो अणाइए अपज्जवसिए; तहा णं जीवाणं कम्मोवचए पुच्छा ?
___ गोयमा ! अत्थेगइयाणं जीवाणं कम्मोवचए साइए सपज्जवसिए अत्थेगइयाणं अणाइए सपज्जवसिए अत्थेगइयाणं अणाइए अपज्जवसिए, णो चेव णं जीवाणं कम्मोवचए साइए अपज्जवसिए ।
से केण?णं भंते एवं?
गोयमा ! इरियावहियबंधयस्स कम्मोवचए साइए सपवज्जवसिए । भवसिद्धियस्स कम्मोवचए अणाइए सपज्जवसिए । अभवसिद्धियस्स कम्मोवचए अणाइए अपज्ज- वसिए; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ ।