SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૬ : ઉદ્દેશક-૩ कायप्पओगे; इच्चेएणं तिविहेणं पओगेणं जीवाणं कम्मोवचये पओगसा, णो वीससा; एवं सव्वेसिं पंचिंदियाणं तिविहे पओगे भाणियव्वे । पुढवीकाइयाणं एगविहेणं पओगेणं, एवं जाव वणस्सइकाइयाणं । विगलिंदियाणं दुविहे पओगे पण्णत्ते, तं जहा- वइपओगे, कायपओगे य, इच्चेएणं दुविहेणं पओगेणं कम्मोवचए पओगसा, णो वीससा; से तेणट्टेणं गोयमा ! जाव णो वीससा । एवं जस्स जो पओगो जाव वेमाणियाणं । ૧૮૩ શબ્દાર્થ:- બોળમા = જીવના પ્રયત્નથી વીસા = સ્વાભાવિક રૂપે. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વસ્ત્રમાં જે પુદ્ગલોનો ઉપચય થાય છે, તે શું પ્રયોગથી(પુરુષના પ્રયત્નથી) થાય છે કે સ્વાભાવિકરૂપે થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તે પ્રયોગથી પણ થાય છે અને સ્વાભાવિકરૂપે પણ થાય છે. પ્રશ્ન- હે ભગવન્ ! જે રીતે વસ્ત્રમાં પુદ્ગલોનો ઉપચય પ્રયોગથી અને સ્વાભાવિકરૂપે થાય છે, તે જ રીતે શું જીવમાં કર્મ પુદ્ગલનો ઉપચય પ્રયોગથી થાય છે કે સ્વાભાવિકરૂપે થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જીવોને કર્મ પુદ્ગલોનો ઉપચય પ્રયોગથી જ થાય છે, સ્વાભાવિકરૂપે થતો નથી. પ્રશ્ન- હે ભગવન્ ! તેનુ શું કારણ છે ? ઉત્તર– હે ગૌતમ ! જીવોને ત્રણ પ્રકારના પ્રયોગ હોય છે; મનપ્રયોગ, વચનપ્રયોગ અને કાય પ્રયોગ; આ ત્રણ પ્રકારના પ્રયોગથી જ જીવોને કર્મનો ઉપચય થાય છે, તેથી જીવને કર્મનો ઉપચય પ્રયોગથી થાય છે, સ્વાભાવિક રૂપે થતો નથી. આ રીતે સર્વ પંચેન્દ્રિય જીવોને ત્રણ પ્રયોગ જાણવા જોઈએ. પૃથ્વીકાયથી વનસ્પતિકાયિક સુધી (એકેન્દ્રિય—પાંચ સ્થાવર)ના જીવોને એક કાયપ્રયોગથી કર્મપુદ્ગલોપચય થાય છે. વિકલેન્દ્રિય જીવને બે પ્રયોગ હોય છે, યથા– વચનપ્રયોગ અને કાયપ્રયોગ, આ બે પ્રકારના પ્રયોગથી તેને કર્મ પુદ્ગલનો ઉપચય થાય છે. હે ગૌતમ ! સર્વ જીવોને કર્મોપચય પ્રયોગથી થાય છે, સ્વાભાવિક રૂપે નહીં. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે જીવને કર્મનો ઉપચય પ્રયોગથી થાય છે, સ્વાભાવિક રૂપે થતો નથી. આ રીતે જે જીવોને જે પ્રયોગ હોય તે કહેવા જોઈએ યાવત્ વૈમાનિક સુધીના જીવોને યથાયોગ્ય પ્રયોગથી કર્મોપચય કહેવા જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં જીવના પ્રયોગથી થતાં કર્મબંધનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. વસ્ત્રમાં પુદ્ગલનો ઉપચય
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy