________________
૧૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
पुव्वकोडितिभाग- मब्भहियाणि कम्मट्ठिई कम्मणिसेओ । __णामगोयाणं जहण्णेणं अट्ठ मुहुत्ता, उक्कोसेणं वीसंसागरोवमकोडाकोडीओ, दोण्णि य वाससहस्साणि अबाहा, अबाहूणिया कम्मट्टिई कम्मणिसेओ । अंतराइयं जहा णाणावरणिज्ज । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મની બંધસ્થિતિ કેટલા કાલની છે?
ઉત્તર- હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મની બંધસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩૦ ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાલ ત્રણ હજાર વર્ષનો છે. અબાધાકાલ પછીની જે કર્મસ્થિતિ છે તેમાં જ કર્મદલિકોની રચના થાય છે. તે જ રીતે દર્શનાવરણીય કર્મની બંધસ્થિતિના વિષયમાં પણ જાણવું જોઈએ.
વેદનીય કર્મની બંધસ્થિતિ જઘન્ય બે સમયની અને ઉત્કૃષ્ટ સ્થિતિ જ્ઞાનાવરણીય કર્મની સમાન છે. મોહનીય કર્મની બંધસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની છે, આબાધાકાલ સાત હજાર વર્ષનો છે. અબાધાકાલ પછીની જે કર્મસ્થિતિ છે તેમાં જ કર્મદલિકોની રચના થાય છે.
આયુષ્ય કર્મની બંધસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિનો ત્રીજો ભાગ અધિક ૩૩ સાગરોપમની છે, તેની સંપૂર્ણ કર્મસ્થિતિમાં કર્મદલિકોની રચના થાય છે.
નામકર્મ અને ગોત્રકર્મની બંધ સ્થિતિ જઘન્ય આઠમુહુર્તની અને ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાલ બે હજાર વર્ષનો છે. તે અબાધાકાલ પછીની જે કર્મસ્થિતિ છે તેમાં કર્મદલિકોની રચના થાય છે. અંતરાય કર્મના વિષયમાં જ્ઞાનાવરણીય કર્મની જેમ[બંધસ્થિતિ આદિ]સમજી લેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આઠકર્મોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંધસ્થિતિ, અબાધાકાલ અને કર્મનિષેક-કર્મ પુદ્ગલોની રચના સંબંધી નિરૂપણ કર્યું છે. બંધસ્થિતિઃ– કર્મબંધ થયા પછી જેટલા કાલ સુધી આત્મા સાથે રહે છે, તેને બંધ સ્થિતિ કહે છે. અબાધાકાલ - બાધાનો અર્થ છે કર્મનો ઉદય. કર્મોનો ઉદય ન થવો તે 'અબાધા' કહેવાય છે. કર્મબંધથી લઈને જ્યાં સુધી કર્મોનો ઉદય ન થાય(સાત કર્મમાં પ્રદેશોદય અને વિપાકોદય તથા આયુષ્ય કર્મમાં વિપાકોદય ન થાય) ત્યાં સુધીના કાલને અબાધાકાલ કહે છે. અર્થાત્ કર્મના બંધ અને ઉદયની વચ્ચેનો કાલ અબાધાકાલ કહેવાય છે. કર્મનિષેક:- નિષેક એટલે રચના, ગોઠવણી; કર્મદલિકોની-કર્મપુદ્ગલોની ગોઠવણી તે કર્મનિષેક. અબાધાકાલ પછી કર્મબંધની સ્થિતિના અંતિમ સમય સુધીમાં કર્મ પુદ્ગલોની જે ગોઠવણી (રચના)યુક્ત બંધ થાય તેને કર્મનિષેક કહે છે.
કર્મની સ્થિતિ જેટલા ક્રોડાક્રોડી સાગરોપમની હોય છે તેટલા સો વર્ષનો અબાધાકાલ હોય છે. જેમ કે મોહનીય કર્મની સ્થિતિ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે તો તેનો અબાધાકાલ ૭૦ સો અર્થાત્