________________
શતક-૬ઃ ઉદ્દેશક-૩
[ ૧૮૧]
से केणतुणं भंते ! एवं ? गोयमा ! से जहाणामए वत्थस्स जल्लियस्स वा पकियस्स वा मइल्लियस्स वा रइल्लियस्स वा आणुपुव्वीए परिकम्मिज्जमाणस्स सुद्धणं वारिणा धोव्वमाणस्स सव्वओ पोग्गला भिज्जति जाव परिणमंति; से तेणटेणं। શબ્દાર્થઃ-ગારિયજ્ઞ = શરીરના પરસેવાથી યુક્ત વયસ કાદવથી ખરડાયેલું મસ્તિયજ્ઞ = મેલયુક્ત રસ્તયજ્ઞ = રજયુક્ત પરિવોમ્બિનાઇટ્સ = પરિકર્મ–જેને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરાય. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અલ્પકર્મી, અલ્પ ક્રિયાવાન, અલ્પાશ્રવ યુક્ત, અલ્પવેદના યુક્ત જીવના કર્મ પુદ્ગલો શું સર્વ દિશાઓમાંથી ભિન્ન થાય છે? શું સર્વ દિશાઓમાંથી છિન્ન થાય છે? શું સર્વ દિશાઓમાંથી નાશ પામે છે? શું સર્વ દિશાઓમાંથી સર્વથા નાશ પામે છે? શું નિરંતર તેના કર્મ પુદ્ગલો ભિન્ન થાય છે, છિન્ન થાય છે, નાશ પામે છે, સર્વથા નાશ પામે છે? શું નિરંતર તેનો આત્મા–શરીર સુરૂપ, સુવર્ણ આદિ પ્રશસ્ત ભાવે સુખ રૂપે અદુઃખ રૂપે વારંવાર પરિણત થાય છે?
ઉત્તર- હા ગૌતમ! અલ્પકર્મી જીવ યાવત સુખ રૂપે વારંવાર પરિણત થાય છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! જેમ કોઈ પરસેવાથી યુક્ત, કાદવયુક્ત, મેલયુક્ત, ૨જયુક્ત વસ્ત્રને સાફ કરવામાં આવે, શુદ્ધ પાણીથી ધોવામાં આવે, તો તેના પર લાગેલા મલિન યુગલો છૂટા પડી જાય છે. તે જ રીતે અલ્પકર્મી જીવના કર્મ પુગલો પણ ક્રમશઃ છિન્ન, ભિન્ન અને નાશ થાય છે યાવતુ તે વારંવાર સુખ રૂપે પરિણત થાય છે. તેથી હે ગૌતમ! પૂર્વોક્ત કથન કર્યું છે. વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં સ્વભાવથી સ્ફટિક જેવો નિર્મલ આત્મા કર્મરૂપ પરદ્રવ્યના સંયોગથી કેવો મલિન બને છે અને કર્મના નાશથી અર્થાતુ પરદ્રવ્યના વિયોગથી આત્મા કેવો નિર્મલ અને પવિત્ર બને છે, તે વિષયને બે વસ્ત્રના દષ્ટાંતથી સમજાવ્યો છે.
પ્રત્યેક સંસારી જીવ પ્રતિ સમય, કષાય અને યોગના નિમિત્તથી કર્મબંધ કરે છે. તેમાં તેના (૧) પૂર્વકૃત કર્મો (૨) વર્તમાનની ક્રિયા-કષાયયુક્ત યોગનું પ્રવર્તન (૩) આશ્રવના કારણો (૪) અને વેદના વગેરેના કારણે તરતમતા થાય છે. કર્મબંધના કારણો વધુ હોય તો મહાકર્મબંધ અને કર્મબંધના કારણો ઓછા હોય તો અલ્પકર્મબંધ થાય છે. મહાકર્મી મલિન આત્મા - જેમ સ્વચ્છ વસ્ત્ર વારંવાર વપરાશથી મેલના સંયોગથી મસોતા જેવું મલિન થઈ જાય છે તે જ રીતે મહાક્રિયા, મહાશ્રવ આદિના સેવનથી જીવ મહાકર્મી બને છે. તેનો આત્મા દુષ્કર્મરૂપ પુદ્ગલ દ્રવ્યના સંયોગથી કુત્સિત રૂપે પરિણત થાય છે. અલ્પકર્મી નિર્મલ આત્મા - જેમ મસોતા જેવું મલિન વસ્ત્ર પ્રયત્નપૂર્વક સાફ કરવાથી સ્વચ્છ બની