________________
૧૮૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
गोयमा ! से जहाणामए वत्थस्स अहयस्स वा धोयस्स वा तंतुग्गयस्स वा आणुपुव्वीए परिभुज्जमाणस्स सव्वओ पोग्गला बझंति; सव्वओ पोग्गला चिजति; जाव परिणमंति; से तेणटेणं । શબ્દાર્થ – વર્ષાતિર બંધ કરે છે વિનંતિ = ચય કરે છે, સંગ્રહ કરે છે ૩વવિનંતિ = વિશેષ પ્રકારે સંચય કરે છે સબ્બો = સર્વ દિશાઓમાંથી, સમસ્ત આત્મપ્રદેશોથી સયાભિચું = સદા-હંમેશાં, નિરંતર વ્યવધાન વિના છિયત્તાપ = અનિચ્છનીયપણે સામયિત્તાપ = જેને પ્રાપ્ત કરવાની રુચિ ન થાય તેવા મહત્તા = અધમ નો ૩ રાહુ = અનુન્નત રૂપે અરયસ = નવું અથવા ઉપયોગમાં ન લેવાયેલું હોયસ = ધોયેલું નgયસ = શાળ ઉપર તાણાવાણાથી વણીને તૈયાર કરેલું. ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જે જીવ મહાકર્મા, મહાક્રિયાવાન, મહાશ્રવયુક્ત,મહાવેદનાયુક્ત હોય છે તે જીવ શું સર્વ દિશાઓમાંથી કર્મ પુદ્ગલોનો બંધ કરે છે? શું સર્વ દિશાઓમાંથી કર્મ પુદ્ગલોનો ચય કરે છે? શું સર્વ દિશાઓમાંથી કર્મ પદગલોનો ઉપચય કરે છે? શું નિરંતર કર્મ પદગલોનો બંધ કરે છે? શું નિરંતર કર્મ પુદ્ગલોનો ચય કરે છે? શું નિરંતર કર્મ પુદ્ગલોનો ઉપચય કરે છે? શું નિરંતર તેનો આત્મા અનિષ્ટ રૂપ(આકૃતિ), વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંપૂર્ણતયા અનિષ્ટ રૂપે; અકાંત રૂપે, અપ્રિય રૂપે, અશુભ, અમનોજ્ઞ, અમણામ(મનથી અસ્મરણીય)રૂપે, અનિચ્છનીય રૂપે, અનભિપ્સિત, અધમ, અનુન્નત રૂપે, દુઃખ રૂપે, અસુખ રૂપે કર્મ પુદ્ગલોને વારંવાર પરિણત કરે છે?
ઉત્તર- હા ગૌતમ! મહાકર્મા જીવની સૂત્રોક્ત દશા થાય છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! જેમ કોઈ નવું વસ્ત્ર અથવા ઉપયોગમાં ન આવેલું વસ્ત્ર, ધોયેલું વસ્ત્ર, શાળ ઉપર તાણાવાણાથી વણીને તૈયાર કરેલું વસ્ત્ર હોય; તે વસ્ત્રને અનુક્રમે પહેરતાં તે વસ્ત્ર મલિન થતું જાય છે, સર્વ દિશાઓમાંથી પુગલો તેને ચોંટે છે, સર્વ દિશાઓમાંથી પુદ્ગલો તેના ઉપર ચય–જમા થાય છે અને તે વસ્ત્ર ક્રમશઃ અત્યંત મલિન થઈ અનિષ્ટ આદિ રૂપે પરિણત થાય છે. હે ગૌતમ ! તે જ રીતે મહાકર્મ આદિથી યુક્ત જીવના વિષયમાં મેં પૂર્વોક્ત કથન કર્યું છે. | ३ से णणं भंते ! अप्पकम्मस्स, अप्पकिरियस्स, अप्पासवस्स, अप्पवेयणस्स सव्वओ पोग्गला भिज्जति, सव्वओ पोग्गला छिज्जति, सव्वओ पोग्गला विद्धसति, सव्वओ पोग्गला परिविद्धंसंति; सया समियं पोग्गला भिजति, सया समियं पोग्गला छिज्जंति, विद्धस्संति, परिविद्धस्संति; सया समियं च णं तस्स आया सुरूवत्ताए एवं पसत्थं णेयव्वं जाव सुहत्ताए, णो दुक्खत्ताए भुज्जो भुज्जो परिणमति ? हंता गोयमा! जाव परिणमति ।