________________
શતક–૬ઃ ઉદ્દેશક–૨
8
R
શતક-૬ : ઉદ્દેશક-૨
આહાર
ROR zÓÎ
૧૭૫
ચોવીસ દંડકના જીવોનો આહાર :
१ रायगिहं णयरं जाव एवं वयासी- आहारुद्देसओ जो पण्णवणार सो
સો પિરવહેમો નેયળો ॥ સેવ મતે ! સેવ મતે !!
:
ભાવાર્થ રાજગૃહ નગરમાં ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું યાવત્ આહાર સંબંધી સંપૂર્ણ વક્તવ્યતા પ્રજ્ઞાપના સૂત્રના ૨૮મા આહાર પદના પ્રથમ ઉદ્દેશક પ્રમાણે જાણવી. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્ર દ્વારા પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક જીવોના આહાર સંબંધી વર્ણન છે.
પ્રશાપના સૂત્રમાં વર્ણિત વિષય :
(૧) પૃથ્વીકાય આદિ જીવ જે આહાર કરે છે, તે સચિત્ત છે, અચિત્ત છે કે મિશ્ર છે ?
(૨) નૈરયિક આદિ જીવ આહારાર્થી છે કે નહીં ?
(૩) કયા જીવોને કેટલા કાલ પછી, કેટલીવાર આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે ?
(૪) કયા જીવો કેવા પ્રકારના પુદ્ગલોનો આહાર કરે છે ?
(૫) આહાર કરનાર પોતાના સમગ્ર શરીરથી આહાર કરે છે કે અન્ય પ્રકારથી ?
(૬) આહારને માટે ગ્રહણ કરાયેલા પુદ્ગલોના કેટલામો ભાગ પરિણત થાય છે ?
(૭) આહાર માટે ગ્રહણ કરેલા બધા જ પુદ્ગલો આહાર રૂપે પરિણત થાય છે કે કેટલાક નિર્જરી જાય છે?
આહાર રૂપે ગ્રહણ કરેલા પુદ્ગલો કયા કયા રૂપમાં પરિણત થાય છે ?
(૯) એકેન્દ્રિયાદિ જીવોના શરીરોનો આહાર કરનારા જીવોથી સંબંધિત વર્ણન.