________________
[ ૧૭૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કર્યું છે. પ્રસ્તુત સૂત્રમાં શ્રેષ્ઠતાની સાપેક્ષ દષ્ટિએ અલ્પવેદના, મહાવેદના, અલ્પનિર્જરા અને મહાનિર્જરાની ચૌભંગી દષ્ટાંત સહિત દર્શાવી છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે
પડિમાધારીને મહાદના મહાનિર્જરા – ભિક્ષુની બાર પડિયા અને અન્ય અનેક પડિમા–અભિગ્રહોને ધારણ કરનાર સાધક મહાન કષ્ટોને સમતાભાવે સહન કરે અને અનંત કર્મોની મહાનિર્જરા કરે છે. તેઓમાં જ્ઞાનદશા અને કર્મમુક્તિ માટેનું મહાપરાક્રમ હોય છે.
નારકી જીવોને મહાવેદના અલ્પનિર્જરા :- તેઓમાં જ્ઞાનદશાનો પ્રાયઃ અભાવ હોય છે, તેમજ તે જીવોને કર્મનિર્જરા માટેનું કોઈ લક્ષ્ય કે પરાક્રમ પણ હોતું નથી. માટે તે મહાન દુઃખ ભોગવવા છતાં અલ્પનિર્જરા- વાળા હોય છે. શૈલેશી અણગારને અલ્પવેદના મહાનિર્જરા – શૈલેશી અવસ્થાને પ્રાપ્ત ચૌદમાં ગુણસ્થાનવર્તી અણગાર શુક્લ ધ્યાન રૂપ મહાપરાક્રમયુક્ત હોવાથી તે અનંતાનંત કર્મોની નિર્જરા કરે છે. આ અવસ્થામાં કોઈ જીવને કદાચ તીવ્ર અશાતા વેદનીય કર્મોનો ઉદય હોય, પરંતુ તે જીવો સ્વરૂપમાં લીન અને યોગરહિત હોવાથી તેઓની વેદના અલ્પ કહેવાય છે. માટે તેઓ અલ્પવેદના અને મહાનિર્જરાવાળા હોય છે.
અનુત્તર વિમાનના દેવો અલ્પવેદના અલ્પનિર્જરા - તેઓને પુણ્યના પ્રબળ ઉદયે અશાતાનો પ્રાયઃ અભાવ હોય છે તેમ છતાં કર્મ અસ્તિત્વની અપેક્ષાએ તેઓને અલ્પવેદના કહી છે. તેઓ એકાંત સમ્યગદષ્ટિ હોવા છતાં નિર્જરાના સાધનભૂત સંયમ–તપની સાધના કરી શકતા નથી, તે અપેક્ષાએ તે જીવોને અલ્પનિર્જરાવાળા કહ્યા છે.
છે શતક ૬/૧ સંપૂર્ણ છે