________________
શતક-૬ઃ ઉદ્દેશક-૧
[ ૧૭૩]
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું જીવ (૧) મહાવેદના અને મહાનિર્જરાવાળા હોય છે (૨) મહાવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે (૩) અલ્પવેદના અને મહાનિર્જરાવાળા હોય છે (૪) અલ્પવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! (૧) કેટલાક જીવ મહાવેદના અને મહાનિર્જરાવાળા હોય છે. (૨) કેટલાક જીવ મહાવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે. (૩) કેટલાક જીવ અલ્પવેદના અને મહાનિર્જરાવાળા હોય છે (૪) કેટલાક જીવ અલ્પ વેદના અને અલ્પ નિર્જરાવાળા હોય છે. १६ से केणटेणं भंते ! एवं वुच्चइ- अत्थेगइया जीवा महावेयणा महाणिज्जरा जाव अत्थेगइया जीवा अप्पवेयणा अप्पणिज्जरा ?
गोयमा ! पडिमापडिवण्णए अणगारे महावेयणे महाणिज्जरे; छट्ठसत्तमासु पुढवीसुणेरइया महावेयणा अप्पणिज्जरा; सेलेसि पडिवण्णए अणगारे अप्पवेयणे महाणिज्जरे; अणुत्तरोववाइया देवा अप्पवेयणा अप्पणिज्जरा ।
महावेयणे य वत्थे, कद्दम खंजणकए य अहिगरणी । तणहत्थे य कवल्ले, करण महावेयणा जीवा ॥
છે તેવું તે ! સેવં તે ! |
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કેટલાક જીવ મહાવેદના અને મહાનિર્જરાવાળા હોય છે યાવત કેટલાક જીવ અલ્પવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) પ્રતિમા પ્રતિપન્ન અણગારને મહાવેદના અને મહાનિર્જરા હોય છે. (૨) છઠ્ઠી–સાતમી નરકના નૈરયિકોને મહાવેદના અને અલ્પ નિર્જરા હોય છે. (૩) શેલેશી અવસ્થાને પ્રાપ્ત અણગારને અલ્પવેદના અને મહાનિર્જરા હોય છે. (૪) અનુત્તરોપપાતિક દેવોને અલ્પવેદના અને અલ્પનિર્જરા હોય છે.
ગાથાર્થ– આ ઉદ્દેશકમાં મહાવેદના મહાનિર્જરાના પ્રસંગે અણગાર અને નારકી જીવો માટે (૧) કર્દમ કે ખંજનથી ખરડાયેલા વસ્ત્રનું (૨) એરણનું (૩) ઘાસના પૂળાનું (૪) લોઢીનું દષ્ટાંત છે. તે પછી ચોવીસ દંડકમાં ચાર કરણના માધ્યમથી શાતા અશાતા વેદનનું અને અંતે ચૌભંગીના માધ્યમે અલ્પવેદના મહાવેદનાવાળા જીવોનું દષ્ટાંત યુક્ત વર્ણન કરવામાં આવ્યું છે. આ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
આ ઉદ્દેશકના પ્રારંભમાં વેદના અને નિર્જરાનો સામાન્ય સંબંધ બતાવી, શ્રમણોની નિર્જરાની