________________
૧૭૨ ]
શ્રી ભગવતી સૂત્ર
ચાર પ્રકારના દેવ શુભ કરણ દ્વારા શાતા વેદના વેદે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંસારી જીવોના શાતા-અશાતા વેદનાના સાધનભૂત કરણનું નિરૂપણ કર્યું છે.
સંસારી જીવો કર્મજન્ય સુખ દુઃખનું વેદન પૂર્વકૃત કર્મો અને યોગના માધ્યમથી જ કરી શકે છે. જે રીતે કર્મોનો બંધ કર્મજન્ય વૈભાવિક ભાવો અને યોગના નિમિત્તથી થાય છે, તે જ રીતે કર્મનું વેદન પણ તે સાધનથી જ થઈ શકે છે. પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે કર્મભોગના સાધનને કરણ કહ્યા છે.
તે કરણના ચાર પ્રકાર છે. મન, વચન, કાયા અને કર્મકરણ. પ્રત્યેક સંસારી જીવો પાસે પૂર્વકૃત કર્મો અવશ્ય હોય છે. વર્તમાનના સુખ દુઃખના વેદનમાં પૂર્વકૃત કર્મો પણ નિમિત્તભૂત બને છે. તેથી કર્મને કરણ કહ્યું છે.
એકેન્દ્રિયોને બે કરણ-કર્મ અને કાયયોગ; વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને ત્રણ કરણ-કર્મ, કાયયોગ, વચનયોગ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ચાર કરણ હોય છે. જે જીવને જેટલા કરણ પ્રાપ્ત થયા હોય તેના માધ્યમથી તે સુખ દુઃખનો અનુભવ કરે છે.
સુખ દુઃખના વેદનનો આધાર કરણની શુભાશુભતા પર છે. નારકો પાપના ઉદયે અશુભ કરણ હોવાથી પ્રાયઃ દુઃખ રૂપ વેદના વેદે છે. દેવો પુણ્યોદયે શુભ કરણ હોવાથી પ્રાયઃ સુખ રૂપ વેદના વેદે છે. મનુષ્ય અને તિર્યંચગતિના જીવો શુભાશુભ કરણ હોવાથી ક્યારેક સુખરૂપ અને ક્યારેક દુઃખરૂપ વેદનાનો અનુભવ કરે છે.
સિદ્ધાત્મા પાસે યોગ કે કર્મરૂપ કરણ ન હોવાથી તેઓ કર્મજન્ય સુખ દુઃખનો અનુભવ કરતા નથી. તેઓ સ્વરૂપજન્ય સુખમાં લીન હોય છે.
મેર - વ્યાખ્યાકારે આ પ્રમાણે પણ વ્યાખ્યા કરી છે– વર્ષ વિષય વર નીવવી, વંથન- સંમતિ નિમિત્તભૂત શર્મવેર | અર્થ– કર્મોના બંધ, સંક્રમણ વેદન આદિમાં નિમિત્તભૂત જીવની શક્તિ વિશેષને કર્મકરણ કહે છે. વેદના અને નિર્જરાની ચૌભંગી :१५ जीवा णं भंते ! किं महावेयणा महाणिज्जरा, महावेयणा अप्पणिज्जरा, अप्पवेयणा महाणिज्जरा, अप्पवेयणा अप्पणिज्जरा?
गोयमा ! अत्थेगइया जीवा महावेयणा महाणिज्जरा, अत्थेगइया जीवा महावेयणा अप्पणिज्जरा, अत्थेगइया जीवा अप्पवेयणा महाणिज्जरा, अत्गइया जीवा अप्प- वेयणा अप्पणिज्जरा ।