________________
શતક–૬ : ઉદ્દેશક-૧
૧૭૧
પ્રશ્ન− હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! નૈરયિક જીવોને ચાર કરણ છે, યથા– મનકરણ, વચનકરણ, કાયકરણ અને કર્મકરણ. આ ચારે અશુભ કરણ દ્વારા નૈરયક જીવ અશાતા વેદના વેદે છે. અકરણથી નહીં. તેથી એ પ્રમાણે કહ્યું છે કે નૈરયિક જીવ કરણથી અશાતા વેદના વેદે છે, અકરણથી નહીં.
१३ असुरकुमारा णं भंते ! किं करणओ सायं वेयणं वेयंति, अकरणओ ? गोयमा ! असुरकुमारा णं करणओ सायं वेयणं वेयंति, णो अकरणओ सायं वेयणं वेयंति ।
સે ળદ્રુળ મંતે ! વં ?
गोयमा ! असुरकुमाराणं चडव्विहे करणे पण्णत्ते, तं जहा- मणकरणे वइकरणे कायकरणे कम्मकरणे । इच्चेएणं सुभेणं करणेणं असुरकुमारा करणओ सायं वेयणं वेयंति, णो अकरणओ । एवं जाव थणियकुमाराणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરકુમાર દેવ કરણથી શાતા વેદના વેદે છે કે અકરણથી ? ઉત્તર– હે ગૌતમ ! અસુરકુમાર દેવ કરણથી શાતા વેદના વેઠે છે, અકરણથી નહીં.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! અસુરકુમારને ચાર કરણ કહ્યા છે, યથા– મનકરણ, વચનકરણ, કાયકરણ અને કર્મકરણ. અસુરકુમારોને આ ચારે શુભ કરણથી શાતા વેદના વેદે છે પરંતુ અકરણથી નહીં. તે જ રીતે નાગકુમારથી સ્તનિતકુમાર સુધી સમજવું.
१४ पुढवीकाइयाणं एवामेव पुच्छा ? णवरं पुढविक्काइया करणओ वेमायाए वेयणं ओरालियसरीरा सव्वे सुभासुभेणं वेमायाए । ભાવાર્થ:- પ્રશ્ન- પૃથ્વીકાયિકોને માટે પણ આ પ્રકારે પ્રશ્ન પૂછવો અર્થાત્ શું પૃથ્વીકાયિક જીવ કરણથી વેદના વેઠે છે, કે અકરણથી ?
इच्चेएणं सुभासुभेणं करणेणं वेदेंति, णो अकरणओ । देवा सुभेणं सायं ।
ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ કરણ દ્વારા વેદના વેદે છે પરંતુ અકરણ દ્વારા નહીં. વિશેષતા એ છે કે તે ઉપલબ્ધ શુભાશુભ કરણ દ્વારા વિમાત્રાથી વેદના વેદે છે પરંતુ અકરણ દ્વારા નહીં. અર્થાત્ પૃથ્વીકાયિક જીવ ક્યારેક શુભકરણથી શાતા વેદના વેદે છે અને ક્યારેક અશુભકરણથી અશાતા વેદના વેદે છે.
આ રીતે પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય વગેરે ઔદારિક શરીરધારી સર્વ જીવો શુભાશુભ કરણ દ્વારા વિમાત્રાથી અર્થાત્ ક્યારેક શાતા અને ક્યારેક અશાતા વેદના વેદે છે.