________________
શતક-૬ઃ ઉદ્દેશક-૧
[ ૧૬૯ ]
અર્થ– અજ્ઞાની જે કર્મોનો ક્ષય ઘણા કરોડો વરસે કરી શકે; તેનો નાશ ત્રણ ગુપ્તિધારી જ્ઞાની ઉચ્છવાસ માત્રમાં કરે છે. તેથી શ્રમણોની નિર્જરા પ્રશસ્ત અને શ્રેષ્ઠ છે.
પ્રસ્તુત સુત્રોમાં શ્રમણોની નિર્જરાની વિશેષતા અને નારકીની નિર્જરાની અલ્પતા સમજાવતાં વિભિન્ન દષ્ટાંત આપ્યા છે, યથા- (૧) કર્દમથી ખરડાયેલું વસ્ત્ર (૨) અંજનથી ખરડાયેલું વસ્ત્ર (૩) એરણ પર હથોડાનો પ્રહાર (૪) અગ્નિમાં ઘાસ (૫) તપ્ત લોઢી પર પાણીનું ટીપું. આ દષ્ટાંતોનો આશય સૂત્રના ભાવાર્થથી સમજાય જાય છે.
વેદના અને નિર્જરાને કાર્ય-કારણ ભાવ સંબંધ છે, તે જ રીતે નિર્જરા અને પર્યવસાનને પણ કાર્ય- કારણ ભાવ સંબંધ છે, તેથી પ્રસ્તુત સૂત્રમાં મહાવેદના સાથે મહાનિર્જરાનું અને મહાનિર્જરા સાથે મહાપર્યવસાનનું કથન કર્યું છે.
મહાવેદના – અશાતા વેદનીયનો તીવ્ર ઉદય. મહાનિર્જરા – કર્મોનો વિશેષરૂપે ક્ષય થવો. મહાપર્યવસાન - કર્મોનો અંત થવો, મોક્ષ હેતુક નિર્જરા.
દીવાડું - દોરીથી મજબૂત બાંધેલા સોયના ઢગલાની જેમ જે કર્મો આત્મપ્રદેશો સાથે ગાઢ રીતે બંધાયેલા હોય તેને ગાઢીકૃત કહેવાય છે. જિળીવાડું:- ચીકણી માટીના વાસણની જેમ સુક્ષ્મ કર્મસ્કંધો કષાય રસની તીવ્રતાના કારણે
પરસ્પર ગાઢ બંધાયેલા હોય, તેવા દુર્ભેદ્ય કર્મોને ચીકણીકૃત કહે છે. ટ્ટિીયા –લોઢાના તારથી બાંધીને તપાવેલી સોયની જેમ જે કર્મો પરસ્પર ચીપકી ગયા હોય, કોઈ પણ પ્રકારે તે જુદા ન પડે તેવા પ્રકારના ગાઢ બંધનથી બંધાયેલા કર્મને નિધત્ત અથવા શ્લિષ્ટ કહે છે. વિનામૂલાવું - જે કર્મ ભોગવ્યા વિના અન્ય કોઈપણ ઉપાયે ક્ષીણ થઈ શકે તેમ ન હોય, ખીલીભૂત-ડોકેલા ખીલાની જેમ દેઢતમ હોય તેને નિકાચિત કહે છે. સિદિલ્લીવાડું - શિથિલીકૃત. તીવ્ર વિપાકને મંદ બનાવેલા. ફિરું છું – નિષ્ઠિતિકૃત. કર્મોને નિ:સત્ત્વ બનાવેલા. વિશિબિરું -વિપરિણામિત. સ્થિતિઘાત, રસઘાત આદિ કરીને કર્મનું પરિણામાંતર થાય તેવા. ચોવીસ દંડકના જીવોમાં કરણ અને વેદના :१० कइविहे णं भंते ! करणे पण्णत्ते ?