________________
[ ૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર
છે યાવત્ તે શ્રમણ-નિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા હોય છે. | ९ अदुत्तरं च णं गोयमा ! से जहा णामए केइ पुरिसे तत्तंसि अयकवल्लंसि उदगबिंदु पक्खिवेज्जा; से णूणं गोयमा ! से उदगबिंदु तत्तंसि अयकवल्लसि पक्खित्ते समाणे खिप्पामेव विद्धंसमागच्छइ ? हंता, विद्धंसमागच्छइ । एवामेव गोयमा ! समणाणं णिग्गंथाणं जाव महापज्जवसाणा भवंति । से तेणद्वेणं जे महावेयणे से महाणिज्जरे जाव से सेए जे पसत्थ णिज्जराए । શબ્દાર્થ - તાંતિ = તપ્ત, અત્યંત ઉષ્ણ અથવવસ્તવિક લોઢી પર. ભાવાર્થઃ- [વિષયને વિશેષ સ્પષ્ટ કરવા બીજું દષ્ટાંત આપતા પ્રભુએ કહ્યું- હે ગૌતમ! જેમ અત્યંત તપ્ત લોઢી પર કોઈ પુરુષ પાણીનું ટીપું નાખે, તો તે પાણીનું ટીપું તુરત જ વિનષ્ટ થઈ જાય છે, તે જ રીતે હે ગૌતમ! શ્રમણ નિગ્રંથોના યથા બાદર કર્મ પણ શીધ્ર વિનષ્ટ થઈ જાય છે અને તેથી તે મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા હોય છે.
તેથી એમ કહેવાય છે કે જે મહાવેદનાવાળા હોય છે, તે મહાનિર્જરાવાળા હોય છે યાવતુ તેમાં તે જ શ્રેષ્ઠ છે, જે પ્રશસ્ત નિર્જરાવાળા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વેદના અને નિર્જરાના સંબંધને અનેકવિધ દષ્ટાંતના માધ્યમથી સમજાવ્યો છે.
કર્મના તીવ્ર ઉદયમાં તીવ્ર વેદના થાય છે. ઉદય આવેલા કર્મો પોતાનું ફળ આપી અવશ્ય નિર્જરી જાય છે, તેથી જ્યાં મહાવેદના(ઘણા કર્મોનો ઉદય) છે ત્યાં મહાનિર્જરા(ઘણા કર્મોની નિર્જરા) થાય છે. આ સામાન્ય સિદ્ધાંત છે. નારકોની અપેક્ષાએ શ્રમણોની નિર્જરાની શ્રેષ્ઠતા – નારકો મહાનકર્મોનું વેદન કરીને મહાનિર્જરા કરે છે પરંતુ તે કર્મોના તીવ્ર વેદન દરમ્યાન આર્તધ્યાનાદિના કારણે ઘણા નવા કર્મોનો બંધ કરે છે. તેથી તેઓની નિર્જરા સંસારનો અંત કરનારી કે મોક્ષના કારણભૂત નથી.
- જ્યારે શ્રમણ નિગ્રંથો અલ્પ વેદના કે મહાવેદનામાં ધર્મધ્યાનાદિના પ્રભાવે મહાનિર્જરા કરે છે. તે ઉપરાંત શ્રમણોની નિર્જરા મહાપર્યવસાનવાળી–સંસારનો અંત કરનારી, મોક્ષના કારણભૂત છે. શ્રમણોની નિર્જરાની મહત્તાનું કારણ છે– તેઓનું તપ, સંયમ, શાંતિ, સમતા, વિવેક, ધૈર્ય અને જ્ઞાન સાથેની જાગૃત દશા. તેઓ સાધના અવસ્થામાં પ્રતિક્ષણ અનંતાનંત કર્મોનો ક્ષય કરે છે. હવત્ત -
जं अण्णाणी कम्मं खवेइ, बहुहिं वासकोडीहिं । तं णाणी तिहिं गुत्तो, खवेइ उस्सासमित्तेहिं ॥१॥