________________
૧૬૬ ]
શ્રી ભગવતી સત્ર-૨
ઉત્તર-હે ગૌતમ! તેમ શક્ય નથી અર્થાતુ છઠ્ઠી–સાતમી નરક પૃથ્વીનાનૈરયિકો શ્રમણ નિગ્રંથોની અપેક્ષાએ મહાનિર્જરાવાળા નથી. | ५ से केणद्वेणं भंते ! एवं वुच्चइ- जे महावेयणे जाव पसत्थ णिज्जराए ?
गोयमा ! से जहाणामए दुवे वत्था सिया, एगे वत्थे कद्दमरागरत्ते, एगे वत्थे खंजणरागरत्ते; एएसि णं गोयमा ! दोण्हं वत्थाणं कयरे वत्थे दुद्धोयतराए चेव, दुवामतराए चेव, दुप्परिकम्मतराए चेव; कयरे वा वत्थे सुद्धोयतराए चेव, सुवामतराए चेव, सुपरिकम्मतराए चेव; जे वा से वत्थे कद्दमरागरत्ते, जे वा से वत्थे खंजणरागरत्ते?
भगवं ! तत्थ णं जे से वत्थे कद्दमरागरत्ते, से णं वत्थे दुद्धोयतराए चेव, दुवामतराए चेव, दुप्परिकम्मतराए चेव । एवामेव गोयमा ! णेरइयाणं पावाई कम्माई गाढीकयाई, चिक्कणीकयाई सिलिट्ठीकयाई, खिलीभूयाई भवंति । संपगाढं पि य णं ते वेयणं वेएमाणा णो महाणिज्जरा, णो महापज्जवसाणा भवंति । શબ્દાર્થ – વંદન = અંજન સંપId = ભયંકર સિદ્દી - નિધત્ત હરપૂરું = નિકાચિત. ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જે જીવને મહાવેદના હોય છે, તે જીવને મહાનિર્જરા હોય યાવત જે પ્રશસ્ત નિર્જરાવાળા હોય તે જ શ્રેષ્ઠ છે?
ઉત્તર- [ઉત્તર આપવા માટે પ્રભુએ ગૌતમ સ્વામીને જ પ્રતિપ્રશ્ન કર્યો કે] હે ગૌતમ! જેમ બે વસ્ત્ર હોય તેમાંથી એક વસ્ત્ર કર્દમથી ખરડાયેલું અને બીજ વસ્ત્ર ખંજનના રંગથી ખરડાયેલું હોય, તો તે ગૌતમ ! કર્દમ-કીચડથી ખરડાયેલ અને અંજનથી ખરડાયેલ આ બે પ્રકારના વસ્ત્રમાંથી કયું વસ્ત્ર મુશ્કેલીથી ધોઈ શકાય, મુશ્કેલીથી ડાધ કાઢી શકાય અને મુશ્કેલીથી તેમાં ચમક લાવી શકાય ? તેમજ કયું વસ્ત્ર સરળતાથી ધોઈ શકાય, સરળતાથી ડાઘ કાઢી શકાય અને સરળતાથી તેમાં ચમક લાવી શકાય? કે જે કર્દમથી ખરડાયેલું હોય તે વસ્ત્ર કે જે ખંજનના રંગથી રંગાયેલું હોય તે વસ્ત્ર ?
ગૌતમ સ્વામીએ ઉત્તર આપ્યો- હે ભગવન્! તે બે વસ્ત્રોમાંથી કીચડથી રંગાયેલા વસ્ત્રને મુશ્કેલીથી ધોઈ શકાય, મુશ્કેલીથી તેના ડાઘ કાઢી શકાય અને મુશ્કેલીથી તેમાં ચમક લાવી શકાય. હે ગૌતમ! તે જ રીતે નૈરયિકોના પાપકર્મ ગાઢા, ચીકણા, નિધત્ત અને નિકાચિત હોય છે. તેથી તેઓ ભયંકર વેદના ભોગવવા છતાં(શ્રમણ નિગ્રંથ જેવી)મહાનિર્જરાવાળા અને મહાપર્યવસાનવાળા હોતા નથી અર્થાત્ તેઓની તે નિર્જરા મોક્ષમાં કારણ ભૂત હોતી નથી.
| ६ अदुत्तरं च णं गोयमा ! से जहा वा केइ पुरिसे अहिगरणिं आउडेमाणे महया महया सद्देणं, महया महया घोसेणं, महया महया परंपराघाएणं णो