SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૬ઃ ઉદ્દેશક-૧ ૧૬૫ | (૮) પુઠવી - રત્નપ્રભા આદિ પૃથ્વીઓનું વર્ણન પ્રારંભમાં હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ પૃથ્વી છે. (૯) જન્મઃ-આઠ કર્મના બંધ સમયે અન્ય કર્મના બંધ-અબંધવિષયક વર્ણન હોવાથી નવમા ઉદ્દેશકનું નામ કર્મ છે. (૧૦) કાળ સ્થિય :- અન્યતીર્થિકોના મંતવ્ય અને તેના નિરાકરણનું દિગ્દર્શન હોવાથી દશમાં ઉદ્દેશકનું નામ અન્યતીર્થિક છે. આ રીતે છઠ્ઠા શતકમાં વિવિધ વિષયોનું પ્રતિપાદન દશ ઉદ્દેશકોમાં વિભાજિત થયું છે. વેદના અને નિર્જરાનો સંબંધ :| २ से णूणं भंते ! जे महावेयणे से महाणिज्जरे, जे महाणिज्जरे से महावेयणे? महावेयणस्स य अप्पवेयणस्स य से सेए जे पसत्थणिज्जराए? ___ हंता गोयमा ! जे महावेयणे से महाणिज्जरे, जे महाणिज्जरे से महावेयणे। महावेयणस्स य अप्पवेयणस्स य से सेए जे पसत्थणिज्जराए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જે જીવને મહાવેદના હોય તે જીવને મહાનિર્જરા હોય અને જે જીવને મહાનિર્જરા હોય તે જીવને મહાવેદના હોય? મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળા, આ બંનેમાંથી શું પ્રશસ્ત નિર્જરાવાળા જ શ્રેષ્ઠ કહેવાય છે? ઉત્તર– હા, ગૌતમ! જે જીવને મહાવેદના હોય તે જીવને મહાનિર્જરા હોય અને જે જીવને મહાનિર્જરા હોય તે જીવને મહાવેદના હોય. મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળા, આ બંનેમાંથી જે પ્રશસ્ત નિર્જરાવાળા હોય, તે જ શ્રેષ્ઠ કહેવાય છે. | ३ छट्ठ-सत्तमासु णं भंते ! पुढवीसु णेरइया महावेयणा? हंता गोयमा ! મ-I ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું છઠ્ઠી, સાતમી નરકના નૈરયિકો મહાવેદનાવાળા છે? ઉત્તર- હા, ગૌતમ! તે મહાવેદનાવાળા છે. ४ ते णं भंते ! समणेहिंतो णिग्गंथेहितो महाणिज्जरतरा ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે છઠ્ઠી–સાતમી નરકના નૈરયિકો શ્રમણ-નિગ્રંથોની અપેક્ષાએ પણ મહાનિર્જરાવાળા છે?
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy