________________
શતક-દઃ ઉદ્દેશક-૧
૧૯
શતક-૬ : ઉદ્દેશક-૧ |
~ સંક્ષિપ્ત સાર
-
આ ઉદેશકમાં મુખ્યતયા વેદના અને નિર્જરાના સંબંધને વિસ્તારથી સમજાવ્યો છે.
* વેદના અને નિર્જરા :- જ્યાં મહાવેદના હોય ત્યાં મહાનિર્જરા હોય અને મહાનિર્જરા હોય ત્યાં મહાવેદના હોય છે. જે અને જેટલા શુભાશુભ કર્મ ઉદયમાં આવે તે પોતાનું ફળ આપી, તેનું વેદન કરાવી, નિર્જરી જાય છે, આત્માથી અલગ થઈ જાય છે. આ અપેક્ષાએ મહાવેદનામાં મહાનિર્જરાના સિદ્ધાંતનું નિરૂપણ છે.
શ્રમણોને અલ્પવેદના હોય કે મહાવેદના હોય તેની નિર્જરા મહાપર્યવસાનવાળી હોય છે, સંસારનો અંત કરનારી હોય છે, મોક્ષહેતુક હોય છે, તેથી તેને નારકીની તુલનામાં પણ મહા(શ્રેષ્ઠ) નિર્જરા કહી છે.
મહાવેદના ત્યાં મહાનિર્જરા આ કર્મસિદ્ધાંતની અપેક્ષાએ નારકીને મહાનિર્જરા ઘટિત થવા છતાં શ્રમણોની અપેક્ષાએ તે અલ્પનિર્જરા છે. સૂત્રકારે શ્રમણની નિર્જરાને મહાનિર્જરા અને નારીની નિર્જરાને અલ્પનિર્જરારૂપે સમજાવવા માટે અનેક દષ્ટાંતો આપ્યા છે.
જેમ કર્દમથી ખરડાયેલા વસ્ત્રને ખૂબ પ્રયત્ન કરવા છતાં સાફ કરવું મુશ્કેલ છે અને એરણ પર બળપૂર્વક નિરંતર ઘણના ઘા કરવા છતાં એરણના અલ્પતમ પુલ નષ્ટ થાય છે તેમ નારકીના પાપકર્મ ગાઢ અને અતિ ચીકણા, હોવાથી નષ્ટ કરવા મુશ્કેલ હોય છે.
જેમ અગ્નિમાં ઘાસ નાંખતા તે ઘાસ તુરંત બળી જાય છે, તપ્ત લોઢી પર પાણી છાંટતા તે પાણી તુરંત નાશ પામે છે, તેમ શ્રમણ નિગ્રંથોના કર્મો જલ્દી નાશ પામે છે. *કરણ:- અલ્પ કે મહાવેદનાને ભોગવવાના સાધન(માધ્યમ)રૂપ કરણના ચાર પ્રકાર છે– મન, વચન, કાયા અને કર્મ. નારકીને આ ચારે કરણ અશુભ હોવાથી તે પ્રાયઃ અશાતા વેદના વેદે છે; દેવોને આ ચારે કરણ શુભ હોવાથી પ્રાયઃ શાતા વેદના વેદે છે અને મનુષ્ય તથા તિર્યંચોને શુભાશુભ કરણ હોવાથી તે શાતા-અશાતા બંને પ્રકારની વેદનાનો અનુભવ કરે છે. * અનેકાંતિક દષ્ટિથી અલ્પવેદના, મહાવેદના, અલ્પનિર્જરા, મહાનિર્જરા; આ ચાર બોલોની ચોભંગી થાય છે યથા– (૧) મહાવેદના મહાનિર્જરા- પ્રતિમા પ્રતિપન્ન અણગારને હોય છે (૨) મહાવેદના અલ્પનિર્જરા- છઠ્ઠી સાતમી નરકના નારકીને હોય છે (૩) અલ્પવેદના મહાનિર્જરા શેલેશી અવસ્થાને પ્રાપ્ત અણગારને હોય છે (૪) અલ્પવેદના અલ્પનિર્જરા અનુત્તરોપપાતિક દેવોને હોય છે.