________________
[૧૨]
શ્રી ભગવતી સૂત્ર
શતક-૬ | પરિચય
જે
આ શતકમાં દશ ઉદ્દેશક છે. તેમાં વિવિધ વિષયો છે. તે આ પ્રમાણે છે* પ્રથમ ઉદેશકમાં મહાવેદના અને મહાનિર્જરામાં પ્રશસ્ત નિર્જરાવાળા જીવને વિભિન્ન દષ્ટાંતો દ્વારા શ્રેષ્ઠ સિદ્ધ કર્યા છે. તત્પશ્ચાતુ ચતુર્વિધકરણની અપેક્ષાએ જીવોની શાતા–અશાતા વેદનાની અને અંતે જીવોમાં વેદના અને નિર્જરાથી સંબંધિત ચતુર્ભગીનું પ્રતિપાદન છે. * બીજા ઉદ્દેશકમાં જીવોના આહાર સંબંધી પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક વર્ણન છે. * ત્રીજા ઉદ્દેશકમાં મહાકર્મ–અલ્પકર્મના વિષયને વસ્ત્રના દષ્ટાંતથી વિસ
1 વસ્ત્રની દષ્ટાતથી વિસ્તૃત રીતે સમજાવ્યો છે. તે ઉપરાંત કર્મોની સાદિ સાત્તતા આદિની ચતુર્ભગી; આઠ કર્મની સ્થિતિ; સ્ત્રી, પુરુષ અને નપુંસક આદિ વિશિષ્ટ કર્મબંધક જીવોની અપેક્ષાએ કર્મબંધ-અબંધ વગેરે વિષયોનું કથન છે. * ચોથા ઉદેશકમાં કાલાદેશની અપેક્ષાએ ચોવીસ દંડકવર્તી જીવોનું તથા આહારક, ભવ્ય, સંજ્ઞી આદિ વિશિષ્ટ જીવો અંગે ૧૪ લારના માધ્યમથી સપ્રદેશ––અપ્રદેશત્વનું; સમસ્ત જીવોમાં પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની આદિનું તથા તેમાં આયુષ્ય બંધનું નિરૂપણ છે. * પાંચમા ઉદ્દેશકમાં તમસ્કાય, કૃષ્ણરાજિ, લોકાંતિક દેવોના વિમાન, તેનો પરિવાર વગેરેનું વર્ણન છે. * છઠ્ઠા ઉદેશકમાં ચોવીસ દંડકના જીવોના આવાસ તથા મારણાંતિક સમુઘાતથી સમવહત જીવના આહારાદિ સંબંધિત નિરૂપણ છે. * સાતમા ઉદ્દેશકમાં કોઠાર આદિમાં રાખેલા શાલિ આદિ વિવિધ ધાન્યોની યોનીનું, ગણનાકાલ અને ઉપમાકાલના સ્વરૂપનું, સુષમસુષમાકાલીન ભરતક્ષેત્રના જીવ–અજીવના ભાવોનું કથન છે. * આઠમા ઉદ્દેશકમાં રત્નપ્રભા આદિ પૃથ્વી તથા સર્વ દેવલોકમાં ગૃહ, ગ્રામ, મેઘાદિનું અસ્તિત્વ, જીવોનો આયુષ્યબંધ અને જાતિનામ નિધત્તાદિ બાર આલાપક, લવણાદિ અસંખ્ય દ્વીપ-સમુદ્રોનું પ્રમાણ અને તેના શુભ નામો વગેરે વિષયોનું નિરૂપણ છે. * નવમા ઉદેશકમાં જ્ઞાનાવરણીયાદિ કર્મના બંધ સમયે અન્ય કર્મનો બંધ, મહદ્ધિક દેવોનું વિકુવર્ણા સામર્થ્ય અને વિવિધ વિકલ્પો સહિત અવધિજ્ઞાન સામર્થ્ય આદિ વિષયોનું પ્રતિપાદન છે. * દશમા ઉદ્દેશકમાં અન્યતીર્થિકોની માન્યતાના નિરાકરણપૂર્વક સર્વ જીવોના સુખ દુઃખને પ્રગટ કરવાની અસમર્થતા, જીવનું સ્વરૂપ, સુખ દુઃખાદિનું વેદના અને કેવલીના પ્રત્યક્ષજ્ઞાનની વિશેષતા વગેરે વર્ણન છે.