________________
શતક-૫ઃ ઉદ્દેશક-૯
,,
૧૫૫
હોય છે કે આ સમય છે યાવતું આ ઉત્સર્પિણીકાલ છે?
ઉત્તર– હા ગૌતમ! અહીં રહેલા મનુષ્યોને સમયાદિનું જ્ઞાન હોય છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર– હે ગૌતમ! આ મનુષ્યલોકમાં તે સમયાદિનું માન છે, અહીં તેનું પ્રમાણ છે, તેથી અહીં જ તેનું આ પ્રમાણે વિશિષ્ટ જ્ઞાન હોય છે– કે આ સમય છે યાવત આ અવસર્પિણીકાલ છે. તેથી તે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે અહીં રહેલા મનુષ્યોને સમયાદિનું વિશિષ્ટ જ્ઞાન હોય છે.
જે રીતે નૈરયિકોના વિષયમાં કહ્યું, તે જ રીતે વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના સમયાદિ પ્રજ્ઞાનના સંબંધમાં કહેવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દિવસ, રાત્રિ આદિ વર્તના કાલ વ્યવહાર સંબંધી નિરૂપણ છે.
સમયાદિની અભિવ્યક્તિ સૂર્યની ગતિથી થાય છે. સૂર્યની ગતિ કેવળ મનુષ્યલોકમાં જ થાય છે, નરકાદિ ક્ષેત્રોમાં થતી નથી. તેથી મનુષ્યલોકમાં સ્થિત મનુષ્યોને જ સમયાદિનું રાત્રિ, દિવસ અને મહિના આદિનું જ્ઞાન હોય છે. મનુષ્યલોકમાં તિર્યંચ પંચેન્દ્રિય પણ છે પરંતુ તથા પ્રકારના ક્ષયોપશમના અભાવે તે કાલ વિભાગના અવ્યવહારી છે અર્થાત્ તેઓને દિવસ, રાત્રિ, મહીના, વર્ષ આદિનું જ્ઞાન અને તેનું પ્રયોજન હોતું નથી.
નરકમાં સદા પ્રગાઢ રાત્રિ સમ અંધકાર હોય છે અને દેવલોકોમાં સદા દિવસથી પણ વધારે પ્રકાશ-પ્રકાશ હોય છે. તેઓને રાત્રિ દિવસના વ્યવહારની આવશ્યકતા નથી. દેવો અવધિજ્ઞાનથી મનુષ્યલોકમાં થતા રાતદિવસને જાણી શકે છે અને દેવો જ્યારે મનુષ્યલોકમાં આવે ત્યારે પણ તેઓ રાતદિવસના કાલમાનને જાણે છે, સમજે છે પરંતુ તેઓને તે દિવસ, તિથિ, મહિના, વર્ષની ગણતરીની આવશ્યકતા હોતી નથી.
મM :- સર્યના ભ્રમણથી જે રાત્રિ દિવસ થાય અને ઘડીયાળના માપથી જે સેકંડ, મિનિટ, કલાક વગેરે થાય તે સમયને 'માન' કહેવાય. પમi - માપની ગણતરી કે નોંધ અથવા પ્રયોજનને પ્રમાણ' કહેવાય છે. વળીયા(પ્રજ્ઞા વર્ત) – માપ અને પ્રમાણને જાણવું, સમજવું. પાશ્વપત્ય સ્થવિરો અને પ્રભુ મહાવીર :| ९ तेणं कालेणं तेणं समएणं पासावच्चिज्जा थेरा भगवंतो जेणेव समणे