________________
શતક-૫ઃ ઉદ્દેશક-૯
| ૧૫૩ |
અને અશુભ બંને પ્રકારના પુદ્ગલ પરિણામ હોય છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહેવાય છે કે ચૌરક્રિય જીવોને ઉધોત પણ હોય છે અને અંધકાર પણ હોય છે. તે જ રીતે તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોના સંબંધમાં પણ કહેવું જોઈએ.
જે રીતે અસુરકુમારના ઉદ્યોત-અંધકારના વિષયમાં કહ્યું તે જ રીતે વાણવ્યંતર, જ્યોતિષી અને વિમાનિક દેવોના વિષયમાં પણ કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકવર્તી જીવોના સંબંધમાં ઉદ્યોત અને અંધકારની સાપેક્ષ પ્રરૂપણા કરી છે.
શુભ પુલ પરિણમન થવાથી પ્રકાશ થાય છે અને અશુભ મુગલ પરિણમન થવાથી અંધકાર થાય છે. સૂર્ય અને રત્નોના સંયોગે શુભ મુગલ પરિણમન થાય છે અને તેના અભાવે પુગલ પરિણમન અશુભ થઈ જાય છે. તિરછાલોકમાં સૂર્યના નિમિત્તે અને દેવલોકમાં દેવવિમાનાદિના રત્નોની તેજસ્વીતાના કારણે શુભ પુદ્ગલ પરિણમન થાય છે. તે ઉપરાંત ચક્ષુઈન્દ્રિયના સદ્ભાવવાળાને જ તે પ્રકાશ ઉપયોગી થાય છે. ચક્ષુઈન્દ્રિય રહિત જીવોને તે પ્રકાશ અનુપયોગી હોય છે. આ કારણથી સૂત્રમાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય અને તેઈન્દ્રિય જીવો એકાંતે અંધકારની જ અનુભૂતિ કરે છે તે પ્રમાણે કથન છે. રત્નાદિ સ્વયં પ્રકાશક પૃથ્વીકાયિક જીવો પણ આંખના અભાવે પ્રકાશની અનુભૂતિ કરી શકતા નથી.
દેવોને આંખ અને શુભ પુદ્ગલોનો સંયોગ હોવાથી એકાંતે પ્રકાશની અનુભૂતિ થાય છે અને નારકોને આંખ હોવા છતાં અશુભ પગલોનો સંયોગ હોવાથી એકાંતે અંધકારની અનુભૂતિ થાય છે. મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય પશુ-પક્ષીઓને આંખ અને શુભાશુભ પુદ્ગલોનો સંયોગ હોવાથી તે જીવો પ્રકાશ અને અંધકાર બંનેની અનુભૂતિ કરે છે.
આ રીતે જોતા સ્પષ્ટ થાય છે કે પ્રકાશની અનુભૂતિ માટે આંખ અને શુભ પુલોનો સંયોગ બંને જરૂરી છે.
અંધકાર અને પ્રકાશની અપેક્ષાએ સમસ્ત જીવોનું ચાર વિભાગોમાં વિભાજન થાય છે. તેનો ચાર્ટ આ પ્રમાણે છે
૧ દેવ
જીવ પ્રાપ્ત સંયોગ
અનુભૂતિ આંખ છે, શુભ પુગલ(પ્રકાશ) છે.
પ્રકાશ ૨ ચૌરેન્દ્રિય, તિર્યચપંચે. મનુષ્ય | આંખ છે, શુભાશુભ પુદ્ગલ(પ્રકાશ અંધકાર) છે. | પ્રકાશ અને અંધકાર ૩ નારકી આખ છે, અશુભ પુદ્ગલ(અંધકાર) છે.
અંધકાર ૪ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય | આંખ નથી, શુભાશુભ પુદ્ગલ(પ્રકાશ અંધકાર) છે. |
અંધકાર