________________
૧૫ર
શ્રી ભગવતી સૂત્ર
ઉત્તર- હે ગૌતમ! નૈરયિકોને ઉદ્યોત નથી, અંધકાર હોય છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નરયિકોને ઉદ્યોત નથી, અંધકાર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! નરયિક જીવોને અશુભ પુદ્ગલ અને અશુભ પુદ્ગલ પરિણામ હોય છે. તેથી હે ગૌતમ! તેઓને પ્રકાશ નથી પણ અંધકાર છે. | ५ असुरकुमाराणं भंते ! किं उज्जोए, अंधयारे ? गोयमा ! असुरकुमाराणं उज्जोए, णो अधयारे ।
से केणगुणं भंते ! एवं ? गोयमा ! असुरकुमाराणं सुभा पोग्गला, सुभे पोग्गलपरिणामे । सेतेणटेणंगोयमा !एवं । एवामेवणागकुमाराणं जावथणियकुमाराणं।
पुढविक्काइया जाव तेइंदिया जहा णेरइया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારોને ઉધોત હોય છે કે અંધકાર?
ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારોને ઉદ્યોત હોય છે પણ અંધકાર હોતો નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અસુરકુમારોને ઉદ્યોત હોય છે, અંધકાર નથી?
ઉત્તર– હે ગૌતમ! અસુરકુમાર દેવોને શુભ પુદ્ગલ અને શુભ પુલ પરિણામ હોય છે. તેથી હે ગૌતમ ! ત્યાં ઉદ્યોત હોય છે પણ અંધકાર હોતો નથી. તે જ રીતે નાગકુમારથી સ્વનિતકુમાર સુધી સમજવું.
જે રીતે નૈરયિક જીવોના વિષયમાં ઉદ્યોત અને અંધકારનું કથન કર્યું છે તે જ રીતે પૃથ્વીકાયિક જીવોથી ઈન્દ્રિય સુધીના જીવો સંબંધી કથન કરવું જોઈએ. | ६ चरिंदियाणं भंते ! किं उज्जोए, अंधयारे ? गोयमा ! उज्जोए वि अंधयारे वि ।
से केणटेणं? भंते एवं? गोयमा ! चउरिदियाणं सुभासुभा य पोग्गला सुभासुभे य पोग्गलपरिणामे; सेतेणटेणं गोयमा ! एवं । एवामेव पचिंदियतिरिक्खजोणियाणं वि मणुस्साणं वि । वाणमंतर जोइस वेमाणिया जहा असुरकुमारा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચૌરેન્દ્રિય જીવોને ઉદ્યોત હોય છે કે અંધકાર?
ઉત્તર- હે ગૌતમ! ચૌરક્રિય જીવોને ઉદ્યોત પણ હોય છે અને અંધકાર પણ હોય છે. પ્રશ્ન-હે ભગવન્! તેનું શું કારણ છે કે ચોરેન્દ્રિય જીવોને ઉદ્યોત પણ હોય અને અંધકાર પણ હોય છે? ઉત્તર– હે ગૌતમ! ચૌરેન્દ્રિય જીવોને શુભ અને અશુભ બંને પ્રકારના પુદ્ગલ હોય છે તથા શુભ