________________
શતક-૫ઃ ઉદ્દેશક-૯
થી
૧૫૧]
છે. તે જ રીતે સચિત્તઅચિત્ત અને મિશ્ર દ્રવ્ય જીવ પણ છે અને અજીવ પણ છે, તેથી તે દ્રવ્ય(મળીને) રાજગૃહ નગર કહેવાય છે, હે ગૌતમ! તેથી પૃથ્વી આદિ રાજગૃહ નગર કહેવાય છે.
વિવેચન :
અનેકવાર ભગવાનનો વિહાર રાજગૃહમાં થયો હતો અને શ્રી ગૌતમ સ્વામીએ અનેક પ્રશ્નો પ્રભુ મહાવીરને રાજગૃહ નગરમાં પૂઠ્યા હતા. અહીં શ્રી ગૌતમ સ્વામીએ તે જ રાજગૃહ નગર માટે વ્યવહાર દષ્ટિએ પ્રશ્ન પૂછ્યો છે કે રાજગૃહનગર શું છે? શું રાજગૃહનગરની પૃથ્વી તે રાજગૃહી છે? કે ત્યાં રહેનારા જીવો રાજગૃહી છે? વગેરે.
પ્રભુએ તેનું સમાધાન કર્યું છે કે રાજગૃહીની પૃથ્વી પણ રાજગૃહી છે, ત્યાં વસનારા જીવો–અજીવો પણ રાજગૃહી છે. કારણ કે પૃથ્વી આદિ સમુદાય વિના અને રાજગૃહમાં નિવાસ કરનારા મનુષ્ય, પશુ, પક્ષી આદિના સમુહ વિના કે સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યો વિના, 'રાજગૃહ' શબ્દની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેથી પ્રશ્નગત સમસ્ત દ્રવ્યો મળીને રાજગૃહનગર કહેવાય છે અને અપેક્ષાએ તે દ્રવ્યો પણ રાજગૃહનગરનું જ સ્વરૂપ છે.
પ્રકાશ અને અંધકાર :| ३ से णूणं भंते ! दिया उज्जोए, राइं अंधयारे ? हंता गोयमा ! जाव अंधयारे।
सेकेणगुणं भंते ! एवं? गोयमा ! दिया सुभा पोग्गला,सुभे पोग्गलपरिणामे, राई असुभा पोग्गला, असुभे पोग्गलपरिणामे । से तेणटेणं गोयमा ! एवं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું દિવસે ઉદ્યોત અને રાત્રે અંધકાર હોય છે?
ઉત્તર- હા, ગૌતમ! દિવસે ઉદ્યોત અને રાત્રે અંધકાર હોય છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર હોય છે?
ઉત્તર–હે ગૌતમ!દિવસે શુભ પુલ હોય છે અને શુભ પુલ પરિણામ હોય છે પરંતુ રાત્રે અશુભ પુદ્ગલ અને અશુભ પુદ્ગલપરિણામ હોય છે તેથી હે ગૌતમ!દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર હોય છે. | ४ णेरइयाणं भंते ! किं उज्जोए, अंधयारे ? गोयमा ! णेरइयाणं णो उज्जोए, अंधयारे ।
से केणटेणं भंते एवं ? गोयमा ! णेरइयाणं असुभा पोग्गला, असुभे पोग्गलपरिणामे। से तेणटेणं गोयमा ! एवं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને ઉદ્યોત હોય છે કે અંધકાર?