________________
[ ૧૫૦]
શ્રી ભગવતી સૂત્ર
'શતક-પ : ઉદ્દેશક-૯ |
રાજગૃહ
રાજગૃહના સ્વરૂપનો તાત્વિક દષ્ટિએ નિર્ણય :| १ तेणं कालेणं तेणं समएणं जाव एवं वयासी- किं इयं भंते ! णयरं रायगिहं ति पवुच्चइ, किं पुढवी णयरं रायगिहं ति पवुच्चइ; आऊ णयरं रायगिहं ति पवुच्चइ; किं तेऊ वाऊ वणस्सई णयरं रायगिह ति पवुच्चइ ? एवं किं टंका कूडा जाव सचित्ताचित्त मीसयाई दव्वाइं णयरं रायगिह ति पवुच्चइ ?
गोयमा ! पुढवी वि णयरं रायगिह ति पवुच्चइ जावसचित्ताचित्त मीसयाई दव्वाइं णयरं रायगिह ति पवुच्चइ । ભાવાર્થ – પ્રશ્નતે કાલે અને તે સમયે ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! આ રાજગૃહ' નગર શું છે? અર્થાત્ રાજગૃહ નગર તે કોનું નામ છે? શું પૃથ્વી રાજગૃહ નગર કહેવાય છે? શું જલ રાજગૃહ નગર કહેવાય છે? શું અગ્નિ, વાયુ, વનસ્પતિ રાજગૃહનગર કહેવાય છે? શું પર્વતખંડ, કૂટ વગેરે રાજગૃહ નગર કહેવાય છે? યાવતું (શ.૫, ઉ–૭) શું સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય (મળીને) રાજગૃહ નગર કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! પૃથ્વી પણ રાજગૃહનગર કહેવાય છે, પાણી પણ રાજગૃહનગર કહેવાય છે. થાવત્ સચિત્ત અચિત્ત મિશ્ર દ્રવ્ય મળીને પણ રાજગૃહ નગર કહેવાય છે. | २ से केणटेणं भंते एवं वुच्चइ ?
गोयमा ! पुढवी जीवा इ य, अजीवा इ य, णयरं रायगिहं ति पवुच्चइ जाव सचित्ताचित्त-मीसयाई दव्वाई, जीवा इ य, अजीवा इ य, णयरं रायगिहं ति पव्वुच्चइ। से तेणटेणं गोयमा ! जाव रायगिह ति पवुच्चइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે પૃથ્વી રાજગૃહ નગર કહેવાય છે યાવત્ સચિત્ત, અચિત્ત, મિશ્ર દ્રવ્યોને રાજગૃહ નગર કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! પૃથ્વી જીવરૂપ છે અને અજીવરૂપ પણ છે, તેથી તે રાજગૃહ નગર કહેવાય