________________
શતક-પ: ઉશક-૯
[ ૧૪૯]
અનંત અજીવો રહે છે. અનંત જીવો અને અનંત અજીવો પર કાલદ્રવ્ય એક સાથે વર્તી રહ્યું છે. તેથી ત્રણે કાલમાં અનંત દિવસ અને અનંત રાત્રિ વ્યતીત થઈ છે, થાય છે અને થશે તે પ્રમાણે કહેવાય છે. તે જ રીતે પ્રત્યેક શરીરી જીવો પર પણ કાલ વર્તી રહ્યો છે. તેથી રાત્રિ-દિવસ પરિત્ત પણ છે તેમ કથન કરી શકાય છે.
પ્રશ્નના સમાધાનથી સ્થવિરોને સંતોષ થયો. તેઓએ ચાતુર્યામ ધર્મનું પરિવર્તન કરીને, પંચમહાવ્રત રૂપ ધર્મનો સ્વીકાર કર્યો. પ્રભુ મહાવીરના શાસનમાં પ્રવેશ કરીને, સંયમ–તપની સાધના દ્વારા કેટલાક સ્થવિરો સિદ્ધગતિને પામી ગયા અને કેટલાક સ્થવિરો દેવલોકમાં ગયા.