________________
[ ૧૪૬]
શ્રી ભગવતી સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સોપચય, નિરુપચય આદિ ચાર પદોના અસ્તિત્વનું અને તેના કાલમાનનું નિરૂપણ કર્યું છે. સોપચય - વૃદ્ધિ સહિત. પહેલાં જેટલા જીવ હોય તેમાં નવા જીવોની ઉત્પત્તિ થાય તો તેને સોપચય કહે છે. સાપચય - હાનિ સહિત. પહેલાં જેટલા જીવો હોય તેમાંથી કેટલાક જીવો મરી જાય તો તેને સાપચય કહે છે. સોપચય-સાપચય -જન્મ અને મરણ બંને દ્વારા એક સાથે હાનિ-વૃદ્ધિ થાય તો તેને સોપચય–સાપચય કહે છે. નિરુપચયનિરપચય – જન્મ-મરણના અભાવમાં વૃદ્ધિ-હાનિ ન થાય તો તેને નિરુપચય-નિરપચય કહે છે.
પૂર્વસૂત્રોમાં વર્ણિત હાનિ, વૃદ્ધિ અને અવસ્થિતિના કથનમાં અને પ્રસ્તુત સૂત્રોક્ત પદોમાં સમાનતા દેખાય છે, છતાં તેમાં ભિન્નતા આ પ્રમાણે છેહાનિ, વૃદ્ધિ અને સોપચયાદિનો તફાવત –
વૃદ્ધિ વગેરે
સોપચય વગેરે વૃદ્ધિ = જન્મમરણ બંને હોય કે એક હોય પણ | સોપચય = માત્ર જન્મ જીવોની વૃદ્ધિ થવી.
સાપચય = માત્ર મરણ
હાનિ = જન્મમરણ બંને હોય કે એક હોય પણ | જીવોની હાનિ થવી.
અવસ્થિતિ = જન્મમરણ ન થાય અથવા સમસંખ્યાએ જન્મ મરણ થાય તેથી નિયત સંખ્યા રહે.
સોપચયસાપચય = જન્મમરણ બંને હોય. | નિરુપચય નિરપચય = માત્ર વિરહ-કાળ
અર્થાત્ જન્મમરણ બંને ન હોય.
વૃદ્ધિ આદિ જન્મમરણના પરિણામે થતી હાનિવૃદ્ધિને આધારિત છે અર્થાતુ તેમાં જીવોની સંખ્યાની મુખ્યતા છે.
સોપચય વગેરેનું કથન માત્ર જીવના જન્મ-મરણ કે ગમનાગમન આધારિત છે. તેમાં જીવોની સંખ્યાનું મહત્વ
નથી.