________________
શતક-૫ઃ ઉદ્દેશક-૮
૧૪૫
પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક કેટલો કાલ સાપચય રહે છે? ઉત્તર- હે ગૌતમ ! તે જ પ્રકારે સાપચયનું કાલમાન પણ જાણવું જોઈએ. પ્રશ્ન- હે ભગવન્! તે કેટલો કાલ સોપચય-સાપચય રહે છે?
ઉત્તર– હે ગૌતમ ! સોપચયનો જેટલો કાલ કહ્યો છે, તેટલો જ સોપચય-સાપચયનો કાલ જાણવો જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક કેટલો કાલ નિરુપચય-નિરપચય રહે છે?
ઉત્તર- હે ગૌતમ! નરયિક જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત નિરુપચય-નિરપચય રહે છે. २४ एगिदिया सव्वे सोवचयसावचया सव्वद्धं । सेसा सव्वे सोवचया वि, सावचया वि, सोवचयसावचया विणिरुवचयणिरवचया वि; तिण्हं ठिई जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं आवलियाए असंखज्जइभागं । णिरुवचय णिरवचयाणं (अवट्ठिएहिं) वक्कंतिकालो भाणियव्यो । ભાવાર્થ:- સર્વ એકેન્દ્રિય જીવ સર્વકાલ(સર્વદા) સોપચયસાપચય રહે છે. શેષ સર્વ જીવ સોપચય પણ છે, સાપચય પણ છે, સોપચયસાપચય પણ છે અને નિરુપચય-નિરપચય પણ છે. તેમાં પ્રથમ ત્રણ ભંગનું કાલમાન જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ચોથા ભંગનું એટલે નિરુપચય નિરપચયનું કાલમાન વિરહકાલની સમાન કહેવું જોઈએ. २५ सिद्धा णं भंते ! केवइयं कालं सोवचया ? गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं अट्ठ समया ।
केवइयं कालं णिरुवचय-णिरवचया ? गोयमा ! जहण्णेणं एक्कं સમય, ૩ોલે છે મારા સેવં મતે ! એવું તે ! I ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ ભગવાન કેટલો કાલ સોપચય રહે છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આઠ સમય સોપચય રહે છે. પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ ભગવાન કેટલો કાલ નિરુપચય-નિરપચય રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ નિરુપચય-નિરપચય રહે છે. || હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. આ