________________
[ ૧૪૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! શું જીવ સોપચય છે, સાપચય છે, સોપચય–સાપચય છે કે નિરુપચયનિરપચય છે? અર્થાતુ આ ચાર ભંગમાંથી જીવોમાં કયો ભંગ લાભે છે?
ઉત્તર- હે ગૌતમ ! જીવ સોપચય નથી, સાપચય નથી, સોપચય-સાપચય નથી પરંતુ નિરુપચય- નિરપચય છે અર્થાતુ જીવમાં એક અંતિમ ભંગ છે.
२० एगिदिया तईयपए, सेसा जीवा चउहि पएहिं भाणियव्वा । ભાવાર્થ – એકેન્દ્રિય જીવોમાં ત્રીજો ભંગ સોપચય–સાપચય છે. શેષ સર્વ જીવોમાં ચારે ભંગ કહેવા જોઈએ. |२१ सिद्धा णं पुच्छा ? गोयमा ! सिद्धा सोवचया, णो सावचया, णो सोवचय सावचया, णिरुवचय णिरवचया । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું સિદ્ધ ભગવાન સોપચય છે, સાપચય છે, સોપચય–સાપચય છે કે નિરુપચય-નિરપચય છે?
ઉત્તર– હે ગૌતમ ! સિદ્ધ ભગવાન સોપચય છે, સાપચય નથી, સોપચયસાપચય નથી, નિરુપચય-નિરપચય છે અર્થાત્ પ્રથમ અને ચતુર્થ તે બે ભંગ છે. २२ जीवा णं भंते ! केवइयं कालं णिरुवचय णिरवचया ? गोयमा ! सव्वद्धं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ કેટલો કાલ નિરુપચય-નિરપચય રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! જીવ સર્વકાલ પર્યત નિરુપચય-નિરપચય રહે છે. २३ णेरइया णं भंते ! केवइयं कालं सोवचया ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं ।
केवइयं कालं सावचया ? एवं चेव । केवइयं कालं सोवचय-सावचया ? एवं चेव । केवइयं कालं णिरुचवय-णिरवचया ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं बारस मुहुत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરયિક કેટલો કાલ સોપચય રહે છે?
ઉત્તર- હે ગૌતમ! નૈરયિક જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ પર્યત સોપચય રહે છે.