________________
શતક–૫ ઃ ઉદ્દેશક–૮
નવા જીવ ઉત્પન્ન થાય અને પૂર્વે ઉત્પન્ન થયેલા મરે નહીં ત્યારે તે દંડકમાં જીવોની વૃદ્ધિ થાય છે. આ પ્રકારની વૃદ્ધિ એક સમયમાં થઈને બીજે સમયે હાનિ થવા લાગે કે અવસ્થિત થઈ જાય તો જઘન્ય એક સમયની વૃદ્ધિ કહેવાય છે. ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યંત જીવોની વૃદ્ધિ થાય છે.
૧૪
:
હાનિ – જ્યારે કોઈ પણ સ્થાને કોઈ પણ દંડકમાં ઘણા જીવો મરે અને થોડા જીવ ઉત્પન્ન થાય છે અથવા ઘણા જીવો મૃત્યુ પામે પરંતુ કોઈ જીવ જન્મે નહીં ત્યારે તે જીવો ઘટે છે. તેનું કાલમાન પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ વૃદ્ધિના કાલમાન પ્રમાણે છે. અર્થાત્ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતભાગ પર્યંત જીવોની હાનિ થાય છે.
અવસ્થિતિ :– જ્યારે ઉત્પત્તિ અને મરણ સમાન સંખ્યામાં હોય અર્થાત્ જેટલા જીવ ઉત્પન્ન થાય છે તેટલા જ મરે છે અથવા કેટલાક કાળ સુધી તે સ્થાનમાં કોઈ પણ જીવના જન્મ-મરણ ન થાય, તેથી જીવોની સંખ્યા નિયત રહે છે, તે કાલને અવસ્થિતકાલ કહે છે. જેમ કે– નૈરયિક જીવોનો અવસ્થાન કાલ ૨૪ મુહૂર્તનો કર્યો છે, તે આ પ્રમાણે સમજવો જોઇએ
સાતે નરક પૃથ્વીમાં ૧૨ મુહૂર્તનો ઉત્કૃષ્ટ વિરહકાલ હોવાથી તેટલા સમય કોઈ પણ જીવ ઉત્પન્ન થતા નથી કે મૃત્યુ પણ પામતા નથી. તે સમયે નૈયિક જીવ અવસ્થિત રહે છે. ત્યાર પછી કેટલાક સમય સુધી જન્મ અને મૃત્યુ સમાન સંખ્યામાં થાય અને ફરીથી દેશોન બાર મુહૂર્તનો વિરહ થઈ જાય; તેથી ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો અવસ્થાનકાલ થઈ જાય છે. આ રીતે પ્રત્યેક દંડકના વિરહકાલ કરતાં અવસ્થાનકાલ બમણો થાય છે.
એકેન્દ્રિય જીવોમાં વિરહકાલ નથી. કારણ કે તેમાં નિરંતર જન્મ મરણ થતા જ રહે છે. તેમ છતાં જન્મ મરણની સંખ્યામાં ક્યારેક હીનાધિકતા હોય છે અને ક્યારેક સમાનતા હોય છે. તે અપેક્ષાએ તેમાં હાયમાન, વર્ધમાન અને અવસ્થિત ત્રણે અવસ્થા થાય છે.
સિદ્ધ – સિદ્ધોની વૃદ્ધિનો કાલ ઉત્કૃષ્ટ આઠ સમયનો હોય છે. તેથી નિરંતર આઠ સમય પર્યંત મોક્ષગતિ ચાલુ રહે છે; ત્યાર પછી સિદ્ધ થવાનો વિરહ થાય છે. તે વિરહ જઘન્ય એક સમયનો હોય તો એક સમય સિદ્ધોનો અવસ્થાનકાલ થાય અને ઉત્કૃષ્ટ વિરહ છ માસનો હોય તો અવસ્થાનકાલ છ માસનો થાય છે.
જીવોમાં સોંપચયાદિ ચાર ભંગ :
૧ નીવાન મંતે ! િસોવપયા, સાવરયા, સોવષય સાવરયા, णिरुवचय णिरवचया ?
गोयमा ! जीवा णो सोवचया णो सावच्या णो सोवचय सावचया; णिरुवचय णिरवचया ।
=
=
શબ્દાર્થ :- સોવષય = આવકયુક્ત સાવષય - જાવકયુક્ત સોવષયસાવષય - આવક જાવક બંનેથી યુક્ત પરુવનય વિશ્વયા - આવક જાવક રહિત.
=