________________
૧૪૨
શ્રી ભગવતી સૂત્ર-૨
જીવોનો ૨૪ મુહૂર્તનો; સંમૂર્છાિમ મનુષ્યોનો ૪૮ મુહૂર્તનો; ગર્ભજ મનુષ્યોનો ૨૪ મુહૂર્તન, વાણવ્યંતર,
જ્યોતિષી અને સૌધર્મ ઈશાન દેવનો ૪૮ મુહૂર્તનો; સનસ્કુમાર દેવનો ૧૮ અહોરાત્રિ તથા ૪૦ મુહૂર્તનો; માહેન્દ્ર દેવનો ૨૪ અહોરાત્રિ તથા ૨૦ મુહૂર્તનો; બ્રહ્મલોકના દેવનો ૪૫ અહોરાત્રિનો; લાતંક દેવનો ૯૦ અહોરાત્રિનો; મહાશુક્ર દેવનો ૧૦ અહોરાત્રિનો; સહસાર દેવનો ૨00 અહોરાત્રિનો; આનત, પ્રાણત દેવનો સંખ્યાત માસનો; આરણ, અશ્રુત દેવનો સખ્યાત વર્ષનો; નવ રૈવેયકના દેવનો અવસ્થાને કાલ આરણ—અય્યત દેવલોકના દેવની સમાન જાણવો. અર્થાત્ સંખ્યાતા વર્ષનો છે. (તેમાં પ્રથમ ત્રિકના દેવોનો સંખ્યાતા શત વર્ષનો, મધ્યમ ત્રિકના દેવોનો સંખ્યાતા હજાર વર્ષનો અને ઉપરિમ ત્રિકના દેવોની સંખ્યાતા લાખ વર્ષનો છે.)વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનવાસી દેવોનો અસંખ્યાત હજાર વર્ષોનો અને સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવોનો પલ્યોપમના સંખ્યાતમા ભાગનો અવસ્થાને કાલ છે. |१८ सिद्धा णं भंते ! केवइयं कालं वटुंति ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अट्ठ समया ।
केवइयं कालं अवट्ठिया ? गोयमा ! जहण्णेणं एक्कं समय, उक्कोसेणं છાલા | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધો કેટલા કાલ સુધી વધે છે?
ઉત્તર- હે ગૌતમ! સિદ્ધો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી વધે છે. પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધો કેટલા કાલ સુધી અવસ્થિત રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી અવસ્થિત રહે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોની વૃદ્ધિ, હાનિ અને અવસ્થિતિ તથા તેના કાલમાનની પ્રરૂપણા કરી છે.
સમુચ્ચય જીવોની સંખ્યા વધતી કે ઘટતી નથી કારણ કે જીવમાત્ર અજર અમર છે. કોઈ પણ પ્રયત્નથી નવો જીવ ઉત્પન્ન થતો નથી અને કોઈ પણ જીવનો નાશ થતો નથી, તેથી જીવની સંખ્યામાં હાનિ વૃદ્ધિ થતી નથી. તેમ છતાં ચારે ગતિના જીવો પોત-પોતાના કર્માનુસાર એક ગતિમાંથી બીજી ગતિમાં ગમનાગમન કરે છે. તેથી ચારે ગતિના જીવોમાં વધઘટ થયા કરે છે પરંતુ સિદ્ધ ગતિમાંથી કોઈ પણ જીવ નીકળીને અન્ય ગતિમાં જતો નથી; તેથી ત્યાં જીવોની સંખ્યા ઘટતી નથી પરંતુ નવા જીવ સિદ્ધ થાય તેમ સિદ્ધોની સંખ્યા વધતી જાય છે.
વૃદ્ધિઃ- જ્યારે કોઈ પણ સ્થાને, કોઈ પણ દંડકમાં ઘણા જીવો ઉત્પન્ન થાય અને થોડા જીવ મરે અથવા