________________
शत-५: देश-८
| १४१ ।
ભાવાર્થ-જે રીતે નરયિકોની વૃદ્ધિ-હાનિના વિષયમાં કહ્યું છે, તે જ રીતે અસુરકુમારદેવોની વૃદ્ધિ-હાનિના વિષયમાં પણ સમજવું જોઈએ. અસુરકુમાર દેવ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૪૮ મુહૂર્ત સુધી અવસ્થિત રહે છે. તે જ રીતે દશે પ્રકારના ભવનપતિ દેવોની વૃદ્ધિ-હાનિ અને અવસ્થિતિનું કથન કરવું જોઈએ. |१५ एगिदिया वटुंति वि हायंति वि अवट्ठिया वि । एएहिं तिहि वि जहण्णेणं एक्कं समय, उक्कोसेण आवलियाए असंखेज्जइभाग । ભાવાર્થ:- એકેન્દ્રિય જીવ વધે પણ છે, ઘટે પણ છે અને અવસ્થિત પણ રહે છે, તે ત્રણે (વૃદ્ધિ-હાનિ અને અવસ્થિતિ)નો કાલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ સમજવો જોઈએ. १६ बेइंदिया वड्डति हायंति तहेव; अवट्ठिया जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं दो अंतोमुहुत्ता । एवं जाव चरिंदिया । ભાવાર્થઃ- બેઈન્દ્રિય જીવ પણ આ જ રીતે વધે-ઘટે છે. તેના અવસ્થાનકાલમાં ભિન્નતા આ પ્રમાણે છે- તે જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ બે અંતઃમુહુર્ત સુધી અવસ્થિત રહે છે. બેઈન્દ્રિયની જેમ તેઈન્દ્રિય અને ચોરેન્દ્રિય જીવોની વૃદ્ધિ, હાનિ અને અવસ્થિતિ કહેવી જોઈએ. |१७ अवसेसा सव्वे वर्ल्डति हायति तहेव जहण्णेणं एक्कं समय, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं; अवट्ठियाणं णाणत्तं इमं तं जहा-समुच्छिमपंचिंदिय तिरिक्खजोणियाणं दो अंतोमुहुत्ता । गब्भवक्कंतियाणं चउव्वीसं मुहुत्ता । संमुच्छिम- मणुस्साणं अट्ठचत्तालीसं मुहुत्ता । गब्भवक्कंतियमणुस्साणं चउवीसं मुहुत्ता । वाणमंतर जोइस सोहम्मीसाणेसु अट्ठचत्तालीसं मुहुत्ता । सणंकुमारे अट्ठारस राइदियाइं चत्तालीस य मुहुत्ता । माहिदे चउवीसं राइंदियाइं वीस य मुहुत्ता । बंभलोए पंचचत्तालीसं राईदियाइं । लंतए णउइं राइंदियाइं । महासुक्के सद्धिं राइदियसयं । सहस्सारे दो राइंदियसयाई। आणयपाणयाणं संखेज्जा मासा, आरणच्चुयाणं संखेज्जाई वासाइं । एवं गेवेज्जदेवाणं। विजय वेजयंत जयंत अपराजियाणं असंखेज्जाई वाससहस्साइं। सव्वट्ठसिद्धे पलिओव- मस्स संखेज्जइभागो। ભાવાર્થઃ- શેષ સર્વ જીવ(તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વાણવ્યંતર દેવ, જ્યોતિષી દેવ અને વૈમાનિક દેવ) વધે-ઘટે છે, તે પૂર્વવતુ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી વધે છે અને ઘટે છે, તે પ્રમાણે કહેવું અને તેના અવસ્થાને કાલની ભિન્નતા આ પ્રમાણે છે
સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોનો બે અંતઃમુહૂર્તનો; ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક