________________
૧૪૦ ]
શ્રી ભગવતી સૂત્ર
ઉત્તર- હે ગૌતમ ! સિદ્ધો વધે છે, ઘટતા નથી, તે અવસ્થિત પણ રહે છે. જીવોની વૃદ્ધિ-હાનિ અને અવસ્થિતિનું કાલમાન :१२ जीवा णं भंते ! केवइयं कालं अवट्ठिया ? गोयमा ! सव्वद्धं । ભાવાર્થ –પ્રશ્ન- હે ભગવન્! જીવ કેટલા કાલ સુધી અવસ્થિત રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! જીવ સર્વોદ્ધા અર્થાત્ સર્વ કાલ અવસ્થિત રહે છે. १३ णेरइया णं भंते ! केवइयं कालं वर्ल्डति ? गोयमा ! जहण्णेणं एगं समय, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं । एवं हायति वि ।।
णेरइया णं भंते ! केवइयं कालं अवट्ठिया ? गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं चउवीसं मुहुत्ता ।
एवं सत्तसु वि पुढवीसु वटुंति हायंति भाणियव्वा । अवट्ठिएसु इमं णाणत्तं, तं जहा- रयणप्पभाए पुढवीए अडयालीसं मुहुत्ता, सक्करप्पभाए चउद्दस राईदिया, वालुयप्पभाए मासो, पंकप्पभाए दो मासा, धूमप्पभाए चत्तारि मासा, तमाए अट्ठ मासा, तमतमाए बारस मासा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક કેટલા કાલ સુધી વધે છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિક જીવ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી વધે છે. જે રીતે વધવાનો કાલ કહ્યો છે, તે જ રીતે ઘટવાનો કાલ પણ તેટલો જ કહેવો જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક કેટલા કાલ સુધી અવસ્થિત રહે છે? ઉત્તર-હે ગૌતમ! નરયિક જીવ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત સુધી અવસ્થિત રહે છે.
આ રીતે સાતે નરક પૃથ્વીઓમાં જીવ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી વધે છે–ઘટે છે પરંતુ અવસ્થિત રહેવાના કાલમાં આ પ્રમાણે ભિન્નતા છે. યથા- (૧) રત્નપ્રભા પૃથ્વીમાં ૪૮ મુહૂર્તનો (૨) શર્કરા પ્રભા પૃથ્વીમાં ૧૪ અહોરાત્રનો (૩) વાલુકાપ્રભા પૃથ્વીમાં એક માસનો (૪) પંકપ્રભા પૃથ્વીમાં બે માસનો (૫) ધૂમપ્રભા પૃથ્વીમાં ચાર માસનો (૬) તમઃપ્રભા પૃથ્વીમાં આઠ માસનો (૭) તમસ્તમપ્રભા પૃથ્વીમાં બાર માસનો અવસ્થિત કાલ છે. १४ असुरकुमारा वि वटुंति हायति जहा णेरइया । अवट्ठिया जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अट्ठचत्तालीसं मुहुत्ता । एवं दसविहा भवणवासिणो ।