________________
શતક–૫ ઃ ઉદ્દેશક–૮
૧૪૭
જીવોમાં સોપચય આદિ ભંગ અને સ્થિતિ :- સમુચ્ચય જીવમાં સોપચયાદિ ચાર ભંગમાંથી ચોથો ભંગ હોય છે. કારણ કે જીવનું જીવત્વ ત્રિકાલ શાશ્વત છે. તેની સ્થિતિ સર્વ કાલ પર્યંતની છે.
સાત નરક, ૧૩ દેવતાના દંડક, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં સોપચય આદિ ચારે ય ભંગ હોય છે. તેમાં પ્રથમ ત્રણ ભંગની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમાં ભાગ હોય છે અને ચોઘા ભંગની સ્થિતિ તેના વિરહ કાલની સમાન છે.
પાંચ સ્થાવરમાં માત્ર ત્રીજો ભંગ હોય છે. તેની સ્થિતિ સર્વકાલ પર્યંતની છે.
સિદ્ધમાં પહેલો અને ચોથો ભંગ હોય છે. તેમાં પ્રથમ ભંગની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આઠ સમયની છે. ચોથા મંગની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ માસની છે.
|| શતક ૫/૮ સંપૂર્ણ ॥